બ્લેક ફંગસના ઉત્પાતથી ચિંતીત એઇમ્સના વડા !

બ્લેક ફંગસ
બ્લેક ફંગસ

એઇમ્સના વડાની વર્ચ્યુઅલ કોન્ફરન્સ પરથી એ સ્પષ્ટ થયું છે કે રાજકોટમાં બ્લેક ફંગસની પરિસ્થિતિ ગંભીર બની રહી છે

સિવિલ હોસ્પિટલના વડા સાથે ડો.ગુલેરીયાની વર્ચ્યુઅલ કોન્ફરન્સ, શહેરમાં હાલ 200 દર્દીઓ સરકારી દવાખાનામાં સારવાર હેઠળ, બ્લેક ફંગસની પરિસ્થિતિનો ખ્યાલ મેળવતા એઇમ્સના વડા

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે અને ખાસ કરીને સાજા થઇ ગયેલા કોરોના દર્દીઓ માટે મ્યુકરમાઇકોસિસનો રોગચાળો દિવસે-દિવસે વધુને વધુ આતંક મચાવી રહયો છે અને પંજો ફેલાવી રહયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેના માટે ખાસ વોર્ડ ઉભા કરવાની ફરજ પડી છે. રાજકોટની સ્થિતિ તરફ દિલ્હી એઇમ્સના વડા ડો.રણદિપ ગુલેરીયાનું પણ ધ્યાન ખેંચાયું છે અને ચિંતા તુર થઇ ઉઠયા છે. આજે એઇમ્સના વડાએ ખાસ વીડિયો કોન્ફરન્સ કરીને રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના વધતા કેસ અંગે સિવિલના વડા સહિતના તબીબો સાથે સઘન ચર્ચા વિચારણા કરી હતી. ડો.ગુલેરીયાએ રાજકોટમાં કેટલા દર્દીઓ છે અને કેસો કેમ વધી રહયા છે એ વિશે જીણામાં જીણી વિગતો પ્રાપ્ત કરી હતી.

Subscribe Saurashtra Kranti here

વીડિયો કોન્ફરન્સમાં જોડાયેલા રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રી. ડો.આર.એસ.ત્રીવેદી જોડાયા હતા અને રાજકોટની પરિસ્થિતિ અંગે એઇમ્સના વડાને માહિતગાર કર્યા હતા. ડો.ત્રિવેદીએ એમને જણાવ્યું હતું કે અત્યારે ખાસ વોર્ડમાં મ્યુકરમાઇકોસિસના 200 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. એમજે સતત સારવાર આપવામાં આવી રહી છે.

ડો.ગુલેરીયાએ રાજકોટની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી હતી અને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડયું હતું. તબીબી નિષ્ણાંતો અને વૈજ્ઞાનીકો એવી હૈયાધારણા આપી છે કે મ્યુકરમાઇકોસિસ લાઇલાજ બિમારી નથી બલકે દર્દીને સાજો કરી શકાય છે પણ સાવચેતી રાખવાનું જરૂરી બને છે. તબીબો સ્પષ્ટ કહે છે કે ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. આ બિમારીમાંથી ચોક્કસ પણે દર્દી સાજો થઇ શકે છે.

એઇમ્સના વડાની વર્ચ્યુઅલ કોન્ફરન્સ પરથી એ સ્પષ્ટ થયું છે કે રાજકોટમાં બ્લેક ફંગસની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્ર વાહકો તરફથી હજુ સુધી મીડિયા સમક્ષ સાચી પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી ખાસ કરીને લોકલ મીડિયાને બિલકુલ અંધારામાં રાખવામાં આવ્યું છે. અખબારી પ્રતિનિધઓને ખાસ વોર્ડ તરફ જવા દેવામાં આવતા નથી. પરિણામે બ્લેક ફંગસનું ચિત્ર કેટલુ બિહામણુ છે તેનો અંદાજો મળી શકતો નથી. એઇમ્સના વડાએ છેક દિલ્હીથી વર્ચ્યુઅલ બેઠક કરી એટલે પરિસ્થિતિ ગંભીર બની છે એ સ્પષ્ટ થાય છે.

Read About Weather here

બ્લેક ફંગસ એટલે મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે સારવારમાં અત્યંત જરૂરી ઇજેન્કશન અને દવાઓનો કેટલો પુરવઠો છે. સ્ટોક પુરતા પ્રમાણમાં છે કે નહીં તેનો કોઇ જ ખુલાસો સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ કરતા નથી. દર્દીઓના પરિવારજનોને રાજકોટમાં કોઇ મેડિકલ સ્ટોરમાંથી મ્યુકર સારવારના ઇન્જેકશન મળી રહયા નથી. આ આવી ફરીયાદો છેલ્લા કેટલાય દિવસથી સાંભળવા મળી રહી છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here