બ્રેકીંગ ન્યુઝ સરકારે નાઇટ કર્ફ્યૂ હટાવી લીધો…!

બ્રેકીંગ ન્યુઝ સરકારે નાઇટ કર્ફ્યૂ હટાવી લીધો...!
બ્રેકીંગ ન્યુઝ સરકારે નાઇટ કર્ફ્યૂ હટાવી લીધો...!
લોકોની અવરજવર પરનો પ્રતિબંધ હટાવવાની સાથે સરકારે એ પણ કહ્યું હતું કે કાર્યક્રમોમાં મર્યાદિત લોકોને જ પ્રવેશ મળશે. ઇન્ડોર ઇવેન્ટ્સમા 1000 લોકો અને આઉટડોર ઇવેન્ટ્સમાં માત્ર 2000 લોકો જ હાજર રહી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

દક્ષિણ આફ્રિકામાં સરકારે દેશમાં લાદવામાં આવેલો નાઇટ કર્ફ્યૂ હટાવી લીધો છે. સરકારનું માનવું છે કે ઓમિક્રોન વેરિયન્ટને કારણે દેશમાં ચોથી લહેરની પીક સમાપ્ત થઈ ગઈ છે. મંત્રી મોંડલી ગુંગુબેલેએ કહ્યું હતું કે આ નિર્ણય દેશમાં વાક્સિનેશનનો સ્તર અને આરોગ્યક્ષેત્રની ક્ષમતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકા હાલમાં કોરોના એલર્ટના સૌથી નીચલા સ્તર પર છે. ગુરુવારે કેબિનેટની બેઠક બાદ સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તમામ સ્થિતિ અને સંકેતોને જોઈને કહી શકાય કે હવે દેશમાં ચોથી લહેરની પીક સમાપ્ત થઈ ગઈ છે.

દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા સપ્તાહમાં એના આગળના સપ્તાહ કરતાં નોધાયેલા નવા કેસમાં 29.7%નો ઘટાડો જોવા મળ્યા છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ કેસ 35 લાખ અને 91 હજાર લોકોનાં મોત થયાં છે. આફ્રિકામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ દક્ષિણ આફ્રિકા જ છે.

અમેરિકામાં કોરોનાં અને ઓમિક્રોનનાં વધતાં કેસની અસર હવાઈસેવા પર પણ પડી રહી છે. ગુરુવારે રાત્રે જાહેર કરાયેલા ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર દેશમાં લગભગ એક હજાર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

તહેવારોની સિઝનમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એરલાઈન્સ કંપનીઓની પાસે સ્ટાફમાં પણ ઘટાડો જણાઈ રહ્યો છે. જો કે, હિમવર્ષા અને ખરાબ હવામાન પણ ફ્લાઈટ રદ કરવાનું કારણ છે. શુક્રવારે પણ 500 ફ્લાઈટ રદ કરવામાં આવી હોવાની આશંકા છે.

અમેરિકામાં ઓમિક્રોનનાં વધતાં કેસને કારણે કોરોનાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સ મુજબ બુધવારે અહીં કોરોનાના રેકોર્ડ 4.88 લાખ નવા કેસ નોંધાયા છે અને 1207 લોકોનાં મોત થયા હતા.

મંગળવારે અહીં 3.88 લાખ કોરોનાના કેસ નોંધાયા હતા. અમેરિકામાં છેલ્લાં 2 સપ્તાહમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ 11%નો વધારો થયો છે.
ચીનનાં શિયાન શહેરમાં તમામ કડક પ્રતિબંધો હોવાં છતા પણ કેસમાં વધારો થઈ રહ્યો છે.

દેશનાં સરકારી સમાચાર પત્ર મુજબ, અહીં ગુરુવાર સુધીમાં કોરોનાના 1117 કેસ નોંધાઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 155 લોકો પોઝિટિવ મળ્યા હતા. ચીનનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ફરીયાદ કરી રહ્યા છે કે તેમની પાસે જીવન જરુરીયાતની ચીજો સમાપ્ત થઈ રહી છે.

Read About Weather here

બીજી તરફ સરકારનો દાવો છે કે તે લોકોનાં ઘર સુધી ખાવા-પીવાની ચીજો પહોંચાડી રહી છે.અધિકારીઓનાં જણાવ્યા મુજબ સૌથી ચિંતાની વાત તે છે તમામ કેસ લોકલ ટ્રાંસમિશનનાં કેસ છે.​​​​​​​ શિયાન શહેરમાં વસ્તી એક કરોડ 30 લાખ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here