બ્રેકીંગ ન્યુઝ એકજ હોસ્પિટલના 84 ડૉક્ટરો કોરોના પોઝિટિવ

હોસ્પિટલમાં 61 ડૉક્ટર્સ કોરોના પોઝીટીવ
હોસ્પિટલમાં 61 ડૉક્ટર્સ કોરોના પોઝીટીવ
હોસ્પિટલના અન્ય સ્ટાફને પણ અસર થઈ શકે છે. કારણ કે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે તબીબો ફરજ પર હતા. તેઓ તબીબી સ્ટાફ તેમજ દર્દીઓ સાથે પણ સંપર્કમાં હતા. પટનાની NMCH (નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ) હોસ્પિટલમાં 84 ડોક્ટરોને કોરોના થતાં ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

NMCHમાંથી 194 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હવે અહીં સારવાર લઈ રહેલા મોટા ભાગના દર્દીઓ પણ સંક્રમિત આવી શકે છે.કોરોનાના ત્રીજી લહેરના સંકેતો વચ્ચે દેશમાં પ્રથમ વખત 15 થી 18 વર્ષની વયના બાળકોનું કોરોના વેક્સિનેશન આજથી શરૂ થઈ રહ્યું છે.

આ વય જૂથ માટે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.બંગાળમાં ઝડપથી વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે બેલુર મઠ આગામી આદેશ સુઘી બંધ કરી દીધુ છે. આ પહેલાં પણ મમતા સરકારે 3 જાન્યુઆરીથી મોટાભાગની સંસ્થાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ કહ્યું કે સોમવારથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કચેરીઓ 50% ક્ષમતા સાથે કામ કરશે.કોરોના અને તેનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનાં કેસ પણ સતત વઘી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 32 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે.

અને 116 લોકોના મોત થયા છે. આ સાથે 10 હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. કોવિડ સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર ટોપ પર છે. આ રાજ્યમાં 11877 કોવિડનાં નવા કેસ નોંધાયા છે.

આ સિવાય પશ્ચિમ બંગાળમાં 6153, દિલ્હીમાં 3194, કેરળમાં 2802 અને તમિલનાડુ અને કર્ણાટકમાં એક દિવસમાં એક હજારથી વધુ કોરોનાના કેસ મળી આવ્યા છે.મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 11,877 નવા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે.

જેમાંથી એકલા મુંબઈમાં રવિવારે 8063 કોવિડના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ઓમિક્રોનના 50 દર્દીઓ અહીં જ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં 24 કલાકમાં 9 મોત પણ નોંધાયા છે.બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં, એક દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યા 6153 પર પહોંચી ગઈ છે.

Read About Weather here

રાજ્યમાં 8 મૃત્યુ પણ નોંધાયા છે. આ સાથે બંગાળમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 17038 થઈ ગઈ છે.એકલા કોલકાતાએ 3000નો આંકડો પાર કર્યો. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 3194 નવા કેસ નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here