બ્રેકિંગ ન્યુઝ ઈન્વેસ્ટર્સને નુકસાન…!

બ્રેકિંગ ન્યુઝ ઈન્વેસ્ટર્સને નુકસાન...!
બ્રેકિંગ ન્યુઝ ઈન્વેસ્ટર્સને નુકસાન...!
NSE પર LICના શેર રૂ. 77 એટલે કે 8.11% ઘટીને રૂ. 872 પર લિસ્ટ થયો છે, જ્યારે BSE પર તે 867 પર લિસ્ટેડ થયો છે. શેરબજાર પોઝિટિવ ખૂલવા છતાં LICના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું છે. આજે એટલે કે 17 મેના રોજ દેશનો સૌથી મોટો LIC IPO માર્કેટમાં લિસ્ટ થયો છે. LICનો IPOને રોકાણકારો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો છે. ઇસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બીડ મળી હતી. પહેલા જ દિવસે LICના રોકાણકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે IPOની ઈસ્યુ પ્રાઈસ 949 રૂપિયા હતી. પોલિસીહોલ્ડર્સને રૂપિયા 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એવી જ રીતે રિટેલ ઈન્વેસ્ટર્સને શેરદીઠ રૂપિયા 45નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

Read About Weather here

બ્રેકિંગ ન્યુઝ ઈન્વેસ્ટર્સને નુકસાન...! ઈન્વેસ્ટર્સ

ગ્રે માર્કેટમાં LIC IPOનું પ્રીમિયમ (GMP) લિસ્ટિંગથી પહેલાં વધુ ઘટ્યું છે, જેને કારણે ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગના સંકેતો મળી રહ્યા છે. સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP શુન્યથી 25 રૂપિયા સુઘી ઘટાડો થયો હતો. ટોચના સ્ટોક બ્રોકર્સના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શુન્યથી 15 રૂપિયા નીચો છે.LICના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. જો કે, આકર્ષક મૂલ્યાંકન હોવા છતાં, તે વિદેશી અને સંસ્થાકીય રોકાણકારોને લલચાવવામાં નિષ્ફળ રહ્યો છે. છૂટક અને અન્ય રોકાણકારો માટે 4 મેના રોજ ખુલેલા આ IPO માટે સબ્સ્ક્રિપ્શનનો 9 મે એ છેલ્લો દિવસ હતો. ઇશ્યૂ 2.95 ગણો સબસ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બિડ મળી હતી.પોલિસીધારકો માટે રિઝર્વ રખાયેલ પોર્શન 6.10 ગણો, સ્ટાફ 4.39 ગણો અને છૂટક રોકાણકારોનો હિસ્સો 1.99 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. QIB ના ફાળવેલ ક્વોટાને 2.83 ગણી બિડ મળી છે, જ્યારે NIIનો હિસ્સો 2.91 ગણો સબસ્ક્રાઇબ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

17મી મેના રોજ શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. મોટાભાગના માર્કેટ એનાલિસ્ટ્સે IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP જીરોથી 25 રૂપિયા સુધી નીચે ગયો હતો. આજે તેમાં થોડો સુધારો તો થયો છે, પરંતુ તે હજુ પણ 20 રૂપિયા નેગેટિવમાં ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે તે ગ્રે માર્કેટમાં રૂ. 92ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટોચના શેર બ્રોકરના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્યથી 20 રૂપિયા નીચે છે. વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે LICનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટની સાથે થવાનું છે. જીએમપી એ જ વાતનો સંકેત આપે છે કે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન વેઠવું પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here