બ્રિટનના PM બોરિસ જોનસન અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે…!

બ્રિટનના PM બોરિસ જોનસન અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે...!
બ્રિટનના PM બોરિસ જોનસન અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે...!
બોરિસ જોનસન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. 21મીએ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21મી એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે. વડાપ્રધાન બોરિસ જોનસન એરપોર્ટથી ગાંધીઆશ્રમ રોડ શો કરીને જશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ પહોંચશે. જેની મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સવારે રોડ શો યોજાવવાનો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ સ્ટેજ પણ બનાવવામાં આવશે.અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરિસ જોનસનનું સ્વાગત કરશે. તેઓ સૌપ્રથમ રોડ શો કરી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જશે. ત્યાર બાદ તેઓ વડોદરામા હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. બોરિસ જોનસનની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું ટાઈમ શેડ્યૂલ્ડ જાહેર કરવામાં આવ્યું નથી.

સૂત્રોએ જણાવ્યું છે કે ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન સાથે તેમની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી. તેઓ વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જોનસનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. એમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો.

Read About Weather here

ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્યું છે,. ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓના અવસરોનું સર્જન કરવા માટે પણ બંને દેશો આતુર છે, સાથે જ બ્રિટનમાં 53 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે. હવે 2035 સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે.બ્રિટન યુરોપીય સંઘથી જોડાણ તોડી ચૂક્યું છે. હવે ભારત સાથે વેપારથી જોનસન પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે ઉપભોક્તા વસ્તુઓના ક્ષેત્રમાં સહયોગની આશા લઇને આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here