બીજાને હિંમત આપનાર વિદ્યાર્થિનીએ ગેંગરેપ થતાં પોતે હિંમત હારી…!

બીજાને હિંમત આપનાર વિદ્યાર્થિનીએ ગેંગરેપ થતાં પોતે હિંમત હારી…!
બીજાને હિંમત આપનાર વિદ્યાર્થિનીએ ગેંગરેપ થતાં પોતે હિંમત હારી…!

મારે જિંદગીમાં દેખાડો કરવો નથી. મારું માઈન્ડ હવે ક્લિયર થઈ ગયું છે, હવે મારે મારા માતા પિતાને પ્રાઉડ ફિલ થાય તેવું કામ કરવું છે.

Visit Saurashtra Kranti Homepage here

બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ બાદ વિદ્યાર્થિનીના આપઘાત મામલે વિદ્યાર્થિનીનો આપઘાત પહેલાનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. જેમાં પીડિતા કહે છે કે, મારે જીવનમાં ખૂબ આગળ વધી માતા-પિતાને ગર્વ મહેસૂસ કરાવવું છે.

જીવનમાં અનેક તકલીફો આવી પણ મેં હાર માની નથી. જીવનમાં ગમે એટલી તકલીફો આવે મારે જે કરવું છે એ હું કરીને જ રહીશ. તેના માટે પછી મારે કોઈ પણ કિંમત કેમ ન ચૂકવવી પડે

પીડિતાનો લોકોને પ્રોત્સાહિત કરતો વીડિયો સામે આવ્યો છે. જોકે, લોકોને હિંમત આપનારી આ માસૂમ દીકરી પોતે હિંમત હારી ગઈ હતી અને દુષ્કર્મનો ભોગ બનતા હતાશ થઈ જીવન ટૂંકાવ્યું હતું.

પીડિતા ભણવામાં ખૂબ હોંશિયાર અને ડિસ્ટ્રિક્ટમાં ટોપર હતી.નોધનીય છે કે, મૂળ નવસારીની અને છેલ્લા 2 વર્ષથી વડોદરામાં બીએના અભ્યાસ સાથે ઓએસિસ સંસ્થામાં કામ કરતી 18 વર્ષીય યુવતી સાયકલ લઇને પસાર થઇ રહી હતી.

ત્યારે વડોદરાના વેક્સિન મેદાન પાસે રીક્ષા ચાલકે ટક્કર માર્યા બાદ બે વ્યક્તિએ બળજબરીથી રીક્ષામાં બેસાડી મોઢાંમાં ડૂચો મારી અને હાથ-પગ બાંધી દીધા હતા.

બાદમાં વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી ગયા હતા. જ્યાં યુવતી પર બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. એક બસ ચાલક બસ પાર્ક કરવા મેદાનમાં જતા બંને ભાગી છૂટ્યા હતા.

બસ ચાલકની મદદથી યુવતી ચકલી સર્કલ પાસે આવી હતી. જયાં તેની સાથે કામ કરતી એક યુવતીને પણ બોલાવાઇ હતી. યુવતીએ ઘરે ગયા બાદ પોતાની ડાયરીમાં પોતાની ઉપર ગુજારાયેલા અત્યાચારની કથની વર્ણવી હતી.

ત્યારબાદ મરોલી કામ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ તેણે ગુજરાત ક્વિન ટ્રેનના કોચમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રેલવે પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ કરતા યુવતી વડોદરામાં રહેતી હોવાનું જણાયું હતું.

જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવતીના ઘરે જઇ તપાસ કરતાં ડાયરી મળી હતી. જેમાં આ સ્ફોટક ઘટના વર્ણવેલી હતી. તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

ઉપરાંત વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, જીઆરપી રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત પોલીસ અને વલસાડ રેલવે પોલીસ સહિતની તપાસ એજન્સીઓ પણ જોતરાઇ છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત ક્વિનમાંથી પોલીસને યુવતીની બેગ મળી હતી. જેમાં કાગળના નાના-નાના ટૂકડા જોવા મળ્યા હતા. આ ટૂકડાને બહાર કાઢીને ટ્રેનની સીટ પર ગોઠવીને તેને જોડવાના પોલીસે પ્રયાસ કર્યા હતા.

Read About Weather here

કાગળમાં કંઇક લખેલું હતું જેને ઉકેલવામાં પોલીસને ભારે મહેનત કરી હતી પણ નિષ્ફળતા મળી હતી. આખરે ઘરેથી ડાયરી મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here