બિલ્ડરના પુત્ર-પુત્રવધૂની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ

બિલ્ડરના પુત્ર-પુત્રવધૂની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ
બિલ્ડરના પુત્ર-પુત્રવધૂની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ
શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ 1 જાન્યુઆરીએ અણસોલ ચેક પોસ્ટ ખાતેના વાહન ચેકિંગ દરમિયાન સાંજે 6.20 વાગ્યે રાજસ્થાન,રતનપુર તરફથી આવેલી વોલ્વો કારમાં એક પુરુષ અને એક સ્ત્રીને રોકીને પૂછપરછ કરતાં

Visit Saurashtra Kranti Homepage here

તેમણે તેમના નામ પ્રિયેશ રમણભાઈ પટેલ (ઉં.39, પોપ્યુલર પાર્ક, સેટેલાઈટ) હોવાનું જણાવ્યું હતું. પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલનો પુત્ર મૌનાંગ તેના 3 મિત્રો સાથે, જ્યારે ભાઈ પ્રિયેશ અને તેની પત્ની ન્યૂ યર પાર્ટી માટે ઉદયપુર ગયાં હતાં.

6એ જણ દારૂ પીને 2 કારમાં આવી રહ્યાં હતાં ત્યારે શામળાજી પોલીસે પ્રિયેશ અને તેની પત્નીને નાકાબંધી પોઈન્ટ પર, મૌનાંગ અને તેના 3 મિત્રોને મહેસાણાની નંદાસણ પોલીસે ઝડપી લીધા હતા.તેમની સાથે તેમની પત્ની પણ હતી.

બંનેનાં મોંમાંથી દારૂની દુર્ગંધ આવતી હોવાથી શામળાજી પોલીસે બંનેની ધરપકડ કરી કાર, ફોન કબજે કર્યાં હતાં.બીજી બાજુ 1 જાન્યુઆરીએ રાતે 10 વાગે મહેસાણાની નંદાસણ પોલીસે મહેસાણા-નંદાસણ હાઈવેના એસઆર પેટ્રોલ પંપ પાસે વોલ્વો કારમાં સવાર ચાર

માણસોની પૂછપરછ કરતાં તે મૌનાંગ રમણ પટેલ (ઘનશ્યામ પાર્ક, સેટેલાઈટ), કારચાલક વિશ્વનાથ અમરનાથ રાવલ (ઇશ્વર અમીકૃપા સોસા., વેજલપુર) તેમજ ભીખાભાઈ હીરા પટેલ (શ્રીનગર ફ્લેટ, સોલા) અને નિકુંજ અરવિંદભાઈ પટેલ (દેવદત્ત, ન્યૂ રાણીપ) હોવાનું જણાવ્યું હતું.

પરંતુ ઉપરોક્ત ગાડી ચાલક કોવિડના કારણે મોઢામાં એનેલાઇઝર નાખવાનો ઇનકાર કરતાં પોલીસે તેનું મોંઢું સૂંઘીને તોતળાતા અવાજે બોલતો હોવાથી તેમજ તેની આંખો લાલ ચોળ જણાતાં પોલીસને તે નશો કરેલી હાલતમાં જણાતાં પોલીસે પ્રિયેશ રમણભાઈ પટેલ અને ગાડીમાં મુસાફરી કરતી

કોમલબેન પ્રિયેશભાઈ પટેલ નશાની હાલતમાં જણાતા પોલીસે બંને રહે. પોપ્યુલર પાર્ક સેટેલાઈટ રોડ, અમદાવાદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બંને ભાઈઓ દારૂ પીધેલી હાલતમાં હોવાથી બંનેની ધરપકડ કરી 2 કાર અને મોબાઇલ ફોન સહિત25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બંને ભાઈને નવા વર્ષની પહેલી રાત પોલીસ લોકઅપમાં જ વિતાવવી પડી હતી.પ્રિયેશની કાર પોલીસે રોકીને વાત કરતાં બંને પીધેલા હોવાનું જણાયું હતું, જેથી મહિલા પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનમાં પ્રિયેશની

Read About Weather here

પત્નીને ફૂંક મારવાનું કહેતાં તેણે મહિલા પોલીસ કર્મચારીનો હાથ પકડીને ફૂંક મારવાની ના પાડી દઈ ધમાલ કરી હતી.​​​​​​​મૌનાંગની નંદાસણ પોલીસે ધરપકડ કરી, જ્યારે પ્રિયેશની શામળાજી પોલીસે ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here