બિલ્ડરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કરવા ઘર છોડયું

બિલ્ડરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત
બિલ્ડરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત

પોલીસ કમિશ્ર્નરને સંબોધીને લખેલી ચાર પાનાની સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

કાલાવડ રોડ આવેલા પ્રધ્યુંમન ગ્રીન સિટીમાં રહેતા પટેલ પરિવાર બિલ્ડરના ત્રાસથી અને છેતરપિંડીથી ધંધો હડપ કરી જઈ બાકીની રકમ નહિ ચૂકવી પરિવારને રસ્તે રજડતો કરી દઈ આપઘાતની ફરજ પડે તેવા સંજોગો ઉભા કરતા પટેલ પરિવારએ ઘર છોડી દેતા પોલીસે શોધખોળ આદરી છે.

Subscribe Saurashtra Kranti here

કાલાવડ રોડપર આવેલા પ્રધ્યુંમન ગ્રીનસીટીમાં રહેતા ટ્યુશન કલાસીસનાં સંચાલક કિરણભાઈ ગોરધનભાઈ મકવાણા નામના પટેલ યુવાને તાલુકા પોલીસમાં તેનો નાનો ભાઈ વિજય ગોરધન મકવાણા તેની પત્ની કાજલ તથા પુત્રી નિયતિ ગુમ થતા હોવાનું અને તેના ભાઈએ શહેર પોલીસ કમિશનરને સંબોધન કરીને લખેલી ચાર પાનાની સ્યુસાઈડ નોટ પણ પોલીસે આપી છે.

ગત તા. 10/6 નાં રોજ ગુમ થયેલા વિજયભાઈ મકવાણાએ લખેલી ચાર પાનાની સ્યુસાઈટ નોટમાં જણાવ્યું છે કે શહેરનાં નામચીન બિલ્ડર જે.પી જાડેજા નું નામ આપ્યું છે તેની લખેલી નોટ પ્રમાણે અગાઉ તેઓને ધંધો માટે નાણાની જરૂરિયાત ઉભી થતા જે.પી જાડેજા પાસેથી રૂ.2.50 કરોડ 3 ટકાના વ્યાજે લીધા છે.

સમય જતા ધંધો બરોબર નહિ ચાલતા બેંક લોનના હપ્તા ભરી નહિ સકતા કાલાવડ રોડપર આવેલા કે.કે.વી હોલ પાસે અંદાજે રૂ 15-16 કારોડની કિમતનું બિલ્ડીંગ બેન્ક વાળા સીલ કરી શકે તેમ હોય જેથી જે.પી જાડેજા એ ભાગીદારી કરી લોનની રકમ ભરપાઈ કરતા તેઓને આપવાના થતા 9.50 કરોડ આ બિલ્ડીંગ વેચાણ કરી આપી હોવાનું જણવ્યું હતું.

Read About Weather here

પરંતુ બિલ્ડીંગ જે.પી જાડેજા ખરીદી કરી લેતા ઉપરનાં અંદાજે રૂ.4 કરોડ જે.પી જાડેજા એ આપવાના હોય આ રકમ જે.પી જાડેજા એ નહિ ચુકવતા તેના પારીવાર રસ્તે રજળતા થઈ જાતા તેનો પરિવાર સાથે સામૂહિક આપઘાત કરવાનું નક્કી કરી ગઈ તા.10/6 નાં રોજ ઘર છોડી દીધું હતું બનાવ બાદ વિજયભાઈ મકવાણા નાં ભાઈ કિરણભાઈ તાલુકા પોલીસમાં તેનો ભાઈએ તેનો પરિવાર ગુમ થવાથી જાણ કરતા તાલુકા પોલીસનાં પી.આઈ જે.પી ધોળાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here