બસ અથડાતા જાનૈયા જાન પહેલાજ ઢળી પડ્યા…!

બસ અથડાતા જાનૈયા જાન પહેલાજ ઢળી પડ્યા...!
બસ અથડાતા જાનૈયા જાન પહેલાજ ઢળી પડ્યા...!
સોનગઢના માંડલ નાકા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઈ હતી, જેથી જાનમાંથી પરત ફરી રહેલા જાનૈયા સહિત ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 15ને ઈજા પહોંચી હતી,

Visit Saurashtra Kranti Homepage here

જેમાંથી 4 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જોકે એક્સિડન્ટનાં સમગ્ર દૃશ્યો CCTVમાં કેદ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.સોનગઢના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા પર અકસ્માત સર્જાયો હતો.

11 વાગ્યાની આસપાસ શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાઈ હતી. મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન પરત ફરી રહી હતી. એ દરમિયાન બસ બેકાબૂ બની હોય તે રીતે ટોલનાકા સાથે અથડાતા અફડતાફડીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માતને લઈને ટોલનાકાના કર્મચારીઓને ઈજા પહોંચવાની સાથે ડરનો માહોલ પણ પેદા થયો હતો.માંડલ ટોલનાકા સાથે અથડાયેલી બસને પણ ભારે નુકસાન સર્જાયું હતું.

જ્યારે બસમાં સવાર જાનૈયાઓમાંથી 15ને ઈજાઓ પહોંચી હતી. જ્યારે 4 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી.

ઈજાગ્રસ્તોમાં ટોલનાકા પર કામ કરતી બે મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

11 વાગ્યા આસપાસ સર્જાયેલો અકસ્માત CCTVમાં કેદ થઈ ગયો હતો. જેમાં પૂરપાટ ઝડપે દોડતી આવતી બસ સૌ પ્રથમ ટોલનાકાની કેબિનની સામેની સાઈડ અથડાયા બાદ ફંગોળાઈને કેબિન સાથે અથડાઈ હતી.

જેથી કામ કરતી મહિલા માંડ જીવ બચાવીને ઉભી થઈ નાસવા પ્રયાસ કરતી દેખાય છે. જો કે, તેણીને પણ ઈજાઓ પહોંચી છે.બસ ફૂલ સ્પીડમાં હોવાથી ટોલનાકા પર ઉભા કરવામાં આવેલા સાઈન બોર્ડ અને ડિવાઈડરને ટક્કર મારતાં ત્યાં નુકસાન થયું છે.

સાથે જ બસના આગળના ડાબી સાઈડના ભાગને તથા કાચ સહિત કેબિનને ભારે નુકસાન થયું છે. જ્યારે બસ ટોલની કેબિન સાથે ધડાકાભેર અથડાઈ હોવાથી ટોલ કેબિનને પણ નુકસાન થયું છે.

Read About Weather here

સાથે જ બસના સાઈડના પતરા પણ તૂટી જતાં બસની અંદર મુસાફરી કરી રહેલા જાનૈયાઓને પણ ઈજા પહોંચી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here