બટેટાનો ધંધો નહીં ચાલતા આપઘાત

બટેટાનો ધંધો નહીં ચાલતા આપઘાત
બટેટાનો ધંધોનહીં ચાલતા આપઘાત

ઉછીના પૈસા લઈ શરૂ કરેલી લારીમાં નિષફળતા મળતા મઢુંલી હોટલ પાસે આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી

ડુંગળી – બટેટાનો ધધો નહિ ચાલતા અને દેણું થઈ જતા માલધારી સોસાયટીના આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બી ડીવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ આર.ટી.ઓ કચેરી પાછળ માલધારી સોસાયટીમાં રહેતા બટેટાનો વેપાર કરતાં મુકેશભાઈ જીનાભાઈ માંડલીયા ( ઉ.વ ૩૫)એ મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને ધંધો શરૂ કર્યો હતો.

પરંતુ કોઈ આવક નહીં થતા, ઘર ચલાવવું મુશ્કેલ બનતા આધેડે મઢુંલી હોટલની બાજુમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી પરિવારજનોને જાણ કરી હતી.

બનાવ સ્થળે પરિવારજનોએ દોડી જઇ આધેડેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બી ડિવિઝન પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.

Read About Weather here

આધેડને લગ્ન થયા બાદ છૂટાછેડા થઈ ગયા હતા. પાંચ ભાઈ અને બે બહેનમાં મોટા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here