પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કર્યું: નદી કાંઠે ફસાયેલા પરિવારને બચાવી ઘરે પહોંચાડ્યા

પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કર્યું: નદી કાંઠે ફસાયેલા પરિવારને બચાવી ઘરે પહોંચાડ્યા
પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કર્યું: નદી કાંઠે ફસાયેલા પરિવારને બચાવી ઘરે પહોંચાડ્યા

જામનગર રોડ પર પીપળીયા ગામમાં આવેલ પુષ્કર રિસોર્ટમાં રાજકોટ શહેરમાં રહેતા ઇમ્તિયાઝભાઈ હૈદરભાઈ કુરેશી પોતાના પરિવાર સાથે રિસોર્ટમાં ફરવા ગયેલ અને તે દરમિયાન ભારે વરસાદ આવવાથી પરા પીપળીયા ગામની નદી આવી જતા આ પરિવાર આ નદીના સામે કાંઠે ફસાઇ ગયેલ અને પોતાની રિક્ષા નદીમાંથી પસાર થઈ શકે તેમ ન હોય જેથી તેઓએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા કંટ્રોલ રૂમ તરફથી તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ વાળાને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ ટીમ તાત્કાલિક પરા પીપળીયા ગામે પહોંચી પરા પીપળીયા ગામના સરપંચ વિક્રમભાઈનો સંપર્ક કરી ગ્રામજનોની મદદ લીધી

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

તેમજ આ નદીમાં વધારે પાણી હોય અને પરિવાર સામાકાઠે હોય જેથી ફાયરબ્રિગેડની ટીમને પણ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક આવી ગયેલ તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ગ્રામજનો તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફસાયેલા પરીવારને રેસ્ક્યુ કરી ગામમાંથી બોલેરો ગાડી મંગાવી તેમજ પોલીસની ગાડીમાં બેસાડી સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચાડી. પોલીસએ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર શહેર પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here