પોલીસે મહિલાને કપડા વગર ઉભી રાખી…!

પોલીસે મહિલાને કપડા વગર ઉભી રાખી…!
પોલીસે મહિલાને કપડા વગર ઉભી રાખી…!
અમેરિકામાં ૨૦૧૯માં શિકાગોમાં એક ગુનેગારની શોધ કરતાં કેટલાક પોલીસ અધિકારી અશ્વેત મહિલા અંજનેટ યંગના દ્યરમાં બળજબરીથી ઘૂસી ગયા હતા. તે એક સામાજિક કાર્યકર છે.

Visit Saurashtra Kranti Homepage here

અમેરિકામાં પોલીસે અશ્વેત મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો.  આ દુર્વ્યવહાર પાછો બળાત્કાર ન હતો. પોલીસે મહિલાને કપડા વગર ઊભી રાખી હતી. તેના પછી પીડિત મહિલાએ કેસ કરતાં કોર્ટે ૨૨ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

આમ પોલીસને મહિલા સાથેનો દુર્વ્યવહાર ૨૨ કરોડ રુપિયામાં પડશે. આ કેસ અમેરિકાના શિકાગોનો છે.તે સમયે યંગ કપડા બદલી રહી હતી. પોલીસે તેને કપડા વગર જ રાખી હતી અને હથકડી પહેરાવી દીધી હતી.

પોલીસને પછી ખબર પડી કે જે ગુનેગારને શોધતી હતી કે તે અંજનેટના પડોશમાં રહેતા હતા. આ ઘટનાના પગલે યંગે પોતાને અપમાનિત થયેલી અનુભવી.તેને લઇને યંગે ફેબુ્રઆરી ૨૦૨૧માં કેસ કર્યો.

તેમા તેણે આરોપ લગાવ્યો કે પોલીસ અધિકારીઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને અપમાનિત કરી. આ કેસમાં યંગે ૧૨ પોલીસ કર્મચારીઓને આરોપી બનાવ્યા.

Read About Weather here

આ કેસની સુનાવણી કરી રહેલી કોર્ટે જણાવ્યું હતું કે પોલીસ બાતમીદારની સૂચનાની ચકાસણી ન કરી શકી અને મહિલાએ કારણ વગર અપમાન અને પીડા સહન કરવી પડી. કોર્ટે પોલીસને મહિલા સાથે દુર્વ્યવહાર કરવા બદલ ૨૯ લાખ ડોલર (૨૨ કરોડ રુપિયા)નું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here