પીઠડધામમાં બીજી ફેબ્રુઆરીથી શ્રી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ

પીઠડધામમાં બીજી ફેબ્રુઆરીથી શ્રી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ
પીઠડધામમાં બીજી ફેબ્રુઆરીથી શ્રી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ

ચારણ ગઢવી સમાજના પૂ.આઇશ્રીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક મહોત્સવ
વસંતપંચમીએ શ્રી પીઠડમાં જન્મોત્સવની પણ ઉજવણી: આઈ ભક્તોમાં હરખની હેલી
દેવી ભાગવત વક્તા શ્રી પારમાબેન ગઢવી કથાનું રસપાન કરાવશે, તા.10મી ફેબ્રુ.એ પુર્ણાહુતી

કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના ચારણ નાગજી બાપુના ઘરે રાજબાઈમાંની કુખે અવતાર ધારણ કરી ગીરમાં સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા ગીર મુકામે પૂજ્ય લક્ષ્મીમાં બિરાજમાન છે જેમના વર્દ હસ્તે શ્રી પરમાબેન ગઢવીના મુખારવિન્દે ભગીરથ દેવી ભાગવત સપ્તાહનું તા.2થી 10 સુધી આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

શ્રી દેવી ભાગવત કથાના પાવન પ્રસંગોની યાદી જોઈએ તો, તા.2/2/2022ને બુધવારના સવારે 7 વાગ્યે રામજી મંદિરથી પીઠડધામ મંદિર સુધી ઢોલ-નગારા અને શરણાઈના સુરો સાથે ભવ્ય પોથીયાત્રા નીકળશે. તા.3/2/2022ને ગુરૂવારના રોજ રાત્રે 9 વાગ્યે કલાકાર દેવરાજભાઈ ગઢવી, ભરતદાન ગઢવી, શીતલબેન બારોટ, રણજીત ગઢવી અને પ્રતાપ ગઢવી તેમના સાથી કલાકારો સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં પોતાના સુર ઠાલવશે.

તા.4/2/2022ને શુક્રવારે સાંજે 5 વાગ્યે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં અઆવેલ છે. તા.5/2/2022ને શનિવાર(વસંત પંચમી)એ શ્રી પીઠડમાં જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં સવારે 9 કલાકે બાવન(52) ગજની ધ્વજા ચઢાવાશે, 10 વાગે પીઠડમાંનું પારણું જુલાવાશે ત્યારબાદ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે,

જેમાં વિશાલ બાટી, કિશોરદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા, મંગલ રાઠોડ અને રાજાભાઈ ગઢવી, ગેબી સાઉન્ડની સાથે આઈમાંની યાદોને વાગોળશે. તા.7/2/2022ને સોમવારે સાંજે 5 કલાકે શ્રી શિવ પાર્વતી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ રાત્રે 9 કલાકે સંતવાણીના કાર્યક્રમમાં હરેશદાન ગઢવી, વિજયદાન ગઢવી, અનુભા ગઢવી, આદિત્ય ગઢવી અને વેજલબેન ગઢવી કાર્યક્રમ રજૂ કરશે. તા.9/2/2022ને બુધવારે રાત્રે 9 કલાકે હરિ ગઢવી, હકાભા ગઢવી, જીતુ કવી દાદ, નરહરદાન ગઢવી, ભાવિક ગઢવી, શક્તિદાન ગઢવી અને પ્રતાપદાન ગઢવી તેમજ બાળ કલાકાર હરેશ ગઢવી સંતવાણીનો કાર્યક્રમ રજૂ કરશે.

તા.10/2/2022ને ગુરુવારે કથાની પુર્ણાહુતી થશે અને સવારે યજ્ઞનો પ્રારંભ થશે જે સાંજે 4 કલાકે યજ્ઞનું બીડું હોમવામાં આવશે અને કથાનો વિરામ થશે. શ્રી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં બપોરે 12થી 2 વાગ્યા સુધી અને સાંજે 6થી 9 વાગ્યા સુધી અવિરત ભોજન પ્રસાદી ચાલુ રહેશે.

Read About Weather here

દેવી ભાગવત સપ્તાહના શુભ અવસર પર ચારણ ગઢવી સમાજના માતાજી આઈમાં ઓ પધારી કથાની શોભા વધારશે. મઢડાવાળા માં સોનલ એમ કહેતા કે, ચારણો એક બનો નેક બનો આ વાત ધ્યાન લઇ દરેક ચારણ સમાજ કોઇપણ પ્રકારના સમાજના આયોજન હોય તેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવી જોઈએ આ આપણો અવસર છે આપણે બધા સાથે મળીને ઉજવીએ. તદઉપરાંત શ્રી નાણાવાળીનો નેસ આઈશ્રી પીઠડધામ જામવાળા, ગીર તરફથી કોઇપણ પ્રકારનો ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી તો અમારા નામે કોઇપણ વ્યક્તિને ક્યારેય પણ ફંડ ફાળો આપવો નહી તેમ જણાવાયું છે.(15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here