પિતા-પુત્રએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું…!

પિતા-પુત્રએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું...!
પિતા-પુત્રએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું...!

હાલ પિતા-પુત્રને આર્થિક ભીંસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટના રજપુતપરામાં આવેલ ખોડીયાર ચેમ્બરમાં બીજા માળે પિતા-પુત્રએ સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.  

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રૂ.3 લાખના દેણાથી કંટાળી પિતા-પુત્રએ જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી છે. સહકારનગર મેઇન રોડ પર રહેતા કડવા પટેલ પરિવારના પિતા-પુત્રએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે.

આ ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસ રજપુતપરા ખાતે આવેલ ખોડીયાર ચેમ્બરે પહોંચી હતી.

રજપૂતપરામાં આવેલી ખોડિયાર ચેમ્બરમાં બીજા માળે જલારામ મશીનરી સ્ટોર્સ ઓફિસ નં. 233ની બહાર બે વ્યક્તિના મૃતદેહો પડ્યા હોવાની જાણ ત્યાં આવનારા ઓફિસધારકે પોલીસને કરી હતી.

એના આધારે પોલીસ કંટ્રોલ રૂમે આ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પીઆઈ જોશી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

જેથી પોલીસે બંનેનાં ખિસ્સાં તપાસ કરતાં આઇકાર્ડ મળી આવ્યું હતું, જેમાં મૃતક સહકારનગર મેઇન રોડ પર બીએસએનએલની ઓફિસ સામે રહેતા પ્રતાપભાઈ અરજણભાઈ ભીમાણી અને તેમનો પુત્ર વિજય પ્રતાપભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ બનાવ અંગે મૃતકનાં પરિવારજનોને જાણ કરી હતી. પિતા-પુત્રએ રૂ.3 લાખનાં દેણાંથી કંટાળી પગલું ભરી લીધાની વાત પણ જાણવા મળી છે પિતા-પુત્રની ખોડિયાર ચેમ્બરમાં અવરજવર હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.

Read About Weather here

જ્યાંથી બંનેના મૃતદેહો મળી આવ્યા એ સ્થળે બંને શા માટે આવ્યા અને બંનેએ સજોડે ઝેરી દવા પીને શા માટે આપઘાત કર્યો એ સહિતના મુદ્દાઓ પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here