પાળ ગામમાં પૈસાની ઉઘરાણી મુદ્દે યુવક પર 2 શખ્સોનો હુમલો

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
શહેરનાં 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોકડી પાસે આંબેડકર નગરમાં ૧૪ માં રહેતો મજુરીકામ કરતો નરસિંહ મનસુખ ચૌહાણ (ઉ.વ.23) એ પાળ ગામે પેટ્રોલ પંપ પાસે હતો. ત્યારે રૂ.50000 નાં વ્યાજની ઉઘરાણી કરી સાગર તથા શ્યામે ઢીકાપાટાનો મારમારી પાઈપથી ફટકાર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિબી સારવાર મેળવી હતી. ઈજાગ્રસ્ત યુવાને લોધિકા પોલીસને જણાવ્યું હતું કે માતા સરલાબેનનું આંખનું ઓપરેશન કરાવવા માટે નાણાની જરૂરિયાત ઉદ્દભવતા બંને વ્યાજખોરો પાસેથી રૂ. 50000 લીધા હતા. જે પૈસા પરત આપી દીધા પછી પણ બંને શખ્સોએ રૂ. 20,000 વ્યાજ આપવું પડશે તેમ કહીં મારમારી પૈસાની ઉઘરાણી કરી હતી. હાલ લોધિકા પોલીસે મારમારી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

હળવદમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાને ઝેર પીધું

હળવદનાં શક્તિનગરમાં વિક્રમ રાજપૂતની વાડી પાસે રહેતા નરસિંહ મનસુખ ચૌહાણ (ઉ.વ.23) એ માતા-પિતા વાડીએ પાકની વાવણી કરવા ગયા હોય ત્યારે પાછળથી આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હળવદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટ ચોકમાં પૈસાની ઉઘરાણી મુદ્દે વૃધ્ધ પર હુમલો

પેડક રોડ પર સેટેલાઈટ ચોક પાસે બી.ડિવીઝન પોલીસની પાછળ રહેતા ઉકા દેવા મકવાણા (ઉ.વ.૯૫) ને તેના કૌટુંબિક ભાણેજ ભાવેશ, તેની પત્નીએ રૂ. 2.50 લાખની ઉઘરાણી કરી ઢીકાપાટાનો મારમારી ખૂનની ધમકી આપી હતી. ઘવાયેલા વૃધ્ધે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિબી સારવાર મેળવી હતી. બી.સીવીઝાન પોલીસે મારામારીનાં બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ભારતીનગરમાં મહિલાને એકટીવાની ઠોકર માર્યા બાદ શખ્સનો હુમલો

ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીનગરમાં રહેતી કલ્પના કિરીટ ત્રિવેદી (ઉ.વ.52) ને સાંજે ઘર પાસે પાડોશી વત્સલે એકટીવાની ઠોકર મારી પાડી દીધા બાદ ઈંટ વડે હુમલો કર્યો હતો. મહિલા અકસ્માત મુદ્દે ટપારવા જતા વત્સલ, તેના  પતિ વિનુ, તેની માતા અલ્પાએ ઝઘડો કરી ઢીકાપાટાનો મારમારી લીધો હતો. ઘવાયેલી મહિલાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ગાંધીગ્રામ પોલીસે મારામારીનાં બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

જંગલેશ્વરમાં સાસુ પર પૌત્ર વધુનો હુમલો   

જંગલેશ્વર શેરી. ૭ માં રહેતા નુરજદાબેન અમુલભાઈ કાઝી (ઉ.વ.57) પર સાંજનાં સમયે તેમની પૌત્ર વધુ આરફાનાબેન, તેના ભાઈ અતીકે ઘરવખરી ભરવા બાબતે મારામારી કરી ઢીકાપાટાનો મારમાર્યો હતો. ઘવાયેલા વૃધ્ધાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિબી સારવાર મેળવી હતી. ભક્તિનગર પોલીસે મારામારીનાં બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here