‘પહેલે અપના કામ તો નિપટા લે’ : હવસખોરો…!

'પહેલે અપના કામ તો નિપટા લે' : હવસખોરો...!
'પહેલે અપના કામ તો નિપટા લે' : હવસખોરો...!

પીડિતાએ લખેલી ડાયરીના કેટલાક વધુ અંશો બહાર આવ્યા છે. નવસારીની વિદ્યાર્થિની સાથે વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાતના કેસમાં રોજેરોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે.  

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પીડિતાએ લખ્યું છે કે, હવસખોરો કહેતા હતા કે, ઇસ કો ઐસે હી માર ડાલેગા ક્યાં ? યે લે ચાકુ માર ડાલ ઇસે, ઐસે કૈસે છોડ દે પહેલે અપના કામ તો નિપટા લે હા…હા… ઐસે હી મર જાયેગી મૌકા ભી અચ્છા હૈ ઔર અંધેરા ભી સાથ દે રહા હૈ, યે કુછ જ્યાદા હી ઉછલ કુદ કર રહી હૈ, હા મેં ઇસે

બડે અચ્છે સે જાનતા હું, જ્યાદા ઉછલના બંધ કર નહીં તો જાન ગવાયેગી ઇસકી લાશ કો ઇધર હી ફેંક દે યા ગાડી કે આગે ધકેલ દે તો એક્સિડન્ટ લગેગા, ઇસકે જાન પહેચાન વાલે ઇધર હૈ લે જાયેંગે.

સાઇકલ લેવા હું ચકલી સર્કલ ગઇ, પણ ત્યાં ભીડ હતી, એટલે સાઇકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક જ પાછળથી કોઇએ મારી સાઇકલને જોરથી ધક્કો માર્યો.

આ સાથે જ હું દીવાલ સાથે અથડાઈને નીચે પડી ગઇ. એવામાં બે લોકોએ આંખો બંધ કરી દીધી અને માથામાં જોરથી મારતાં હું અર્ધબેભાન થઇ ગઇ. ભાનમાં આવ્યાં બાદ મેં ચીસો પાડી તો નરાધમોએ મોઢા પર દુપટ્ટો બાંધી દીધો.

શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી અર્ધબેભાન થઇ ગઇ. બન્ને હવસખોરોને લાગ્યું કે હું મરી ગઇ છું એટલે મને ઢસડીને ઝાડીઓમાં લઇ જતા હતા. રસ્તા પરનો પથ્થર માથામાં વાગતાં હું ભાનમાં આવી અને બંનેને ખબર પડી કે હજી મારામાં જીવ છે

એટલે બંને ભાગી ગયા. હું ખૂબ ગભરાઇ ગઇ હતી, આ ઘટના હું કોઇને કહીં પણ નહોતી શકતી, મારે ખૂબ રડવું હતું, મારી સાથે બનેલી આ ઘટના કોઇને કહી મન હળવું કરવું હતું, પણ મને સાંભળનાર કોઇ નહોતું.’ અને હા, એ બંને મવાલી જેવા નહોતા.

આ તરફ મૃતક યુવતીના કાકાએ કહ્યું હતું કે ડાયરીના છેલ્લા પાને યુવતીએ અંગ્રેજીમાં લખ્યું છે, ‘HOW I WILL FACE OASIS?’ આ પ્રકારનું લખવા પાછળનું કારણ શું હોય શકે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસનું માનવું છે કે યુવતીએ બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ જે ડાયરીમાં કર્યો તે ડાયરીનું છેલ્લું કે અન્ય એક પેજ કોઇએ ફાડી નાખ્યું હોય તેવું તપાસમાં બહાર આવ્યું છે.

તે આધારે કદાચ કોઈ પરિચિત હોય તેવી શંકા પોલીસ કરી રહી છે. જેથી ઓએસિસ સંસ્થાના કાર્યકરો ઉપરાંત યુવતીના પરિચીતો અને મિત્રોની તપાસ કરાઈ રહી છે.

પોલીસ તપાસનો દોર કર્ણાટક સુધી લંબાયો હતો. તપાસમાં કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખ્સે 36 સેકન્ડ સુધી વાત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.

બીજી તરફ પોલીસને હજી સુધી સાઇકલ મળી આવી નથી. પોલીસની એક ટીમે ચાણોદની ઓએસિસ સંસ્થાની ઓફિસના મકાન તથા ગંગોત્રી એપાર્ટમેન્ટની ઓફિસમાં પણ ફરીથી સર્ચ કર્યું હતું. આ ઉપરાંત નશેબાજો તથા ભંગારિયાઓની પણ પૂછપરછ કરાઇ હતી.

પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ રવિવારે રાત્રે એસઓજી ઓફિસ પહોંચ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે વેક્સીન મેદાનમાં પહોંચ્યા હતા.બીજી તરફ સોમવારે સાંજે રેલવે એસપી

પરિક્ષીતા રાઠોડ પણ ટીમ સાથે ઓએસિસની ચકલી સર્કલ પાસેની પબ્લિકેશન ઓફિસ પર પહોંચ્યા હતા. પોલીસની ટીમ બે કલાક સુધી ત્યાં રોકાઇ હતી અને ઉંડી તપાસ કરી હતી.

પોલીસે વેક્સિન મેદાનની આસપાસ બનાવના દિવસ અને સમયગાળાને ધ્યાનમાં રાખીને તે સમયે તે વિસ્તારમાં એક્ટિવ રહેલા મોબાઇલ ફોનની તપાસ શર કરી છે જેમાં અત્યાર સુધી 15 હજારથી વધુ ફોનને ટ્રેસ કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

યુવતીઓ જે ફ્લેટમાં રહેતીહતી તે ફ્લેટના વોચમેન રામકિશન નેપાળીએ જણાવ્યું હતું કે ફ્લેટમાં છથી સાત છોકરીઓ રહેતી હતી જે બપોરે સાયકલ લઇને ઓફિસે જતી હતી

અને રાત્રે આઠ-નવ વાગે ઘેર પરત ફરતી હતી. યુવતીઓ ફ્રી માઇન્ડની હતી અને ખુશમિજાજ રહેતી હતી. આ યુવતીને દિવાળી પછી તેમણે ફ્લેટમાં આવતી જતી જોઇ ન હતી.

Read About Weather here

આ ઉપરાંત અમદાવાદા ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સીસીટીવી ફુટેજના ઉંડો અભ્યાસ કરી રહી છે જેમાં એક સ્થળે બે આરોપી ભાગી ને જતાં જોવા મળી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here