પરિવારમાં હાહાકાર જમાઈ અને પૌત્રી તણાઈ ગયા…!

પરિવારમાં હાહાકાર જમાઈ અને પૌત્રી તણાઈ ગયા...!
પરિવારમાં હાહાકાર જમાઈ અને પૌત્રી તણાઈ ગયા...!
દિલીપભાઈ કારિયા પુત્રી- જમાઈ પૌત્રી અને પત્ની સાથે ઋષિકેશ ખાતે નીકળ્યા છે આ વાતની શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને ખબર પડતા તેને ફોન કરીને હૈયાધારણા આપવા  સાથે તમામ મદદનું કહ્યું હતું ત્યાંનું પ્રશાસન  તમામ મદદ કરી રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

દિલીપભાઈ ઘેરા શોકમાં ડૂબી ગયા છે રાજકોટમાં મોરબી હાઉસ ખાતે રહેતા દિલીપભાઈ કારિયા પરિવાર સાથે ઋષિકેશ ગયા હતા રુષકેશમાં આજે મોડીસાંજે નીલકંઠ મહાદેવ પાસે ભીમ ચડ્ડા માં તેમની પૌત્રી ન્હાવા ગઈ ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા ગબડી પડી હતી

એ જ સમયે નદીમાં ઓચિંતું પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગઈ હતી દિલીપભાઈ કારિયા ( મોં.99981 83449)  એ અકિલાને મોડીરાત્રે  જણાવ્યું હતું કે પૌત્રીને બચાવવા મારા પત્ની પાણીમાં કૂદી પડ્યા હતા

અને ત્યારબાદ મારા જમાઈ કૂદી પડ્યા હતા અમારી નજર સામે મારા પરિવારના આ ત્રણેય આંખના પલકારામાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે

 દિલીપભાઈના પત્ની તરૂલતાબેન , તેમના પૌત્રી સોનલબેન અને જમાઈ અનિલભાઈ ગોસ્વામી પાણીના પ્રવાહમાં તણાયા છે

આ બનાવની જાણ થતા વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર જયમીન ઠાકર , મીનલબા જાડેજા, ભાવેશ ટોયટા સહિતના આગેવાન હતભાગીના ઘરે પહોંચ્યા હતા .રાજ્ય સરકારથી લઇ કેન્દ્ર સરકાર માંથી જે કાંઈ મદદ મળી શકે એ અપાવવા તમામ મદદની તૈયારી બતાવી છે

દિલીપભાઈ કારીયા બજરંગવાડી વિસ્તારમાં રહે છે. દિલીપભાઈ કારીયા તેમના પરિવારના 6 સભ્યો સાથે ઉત્તરાખંડમાં તીર્થયાત્રાએ ગયા હતા, જ્યાં તેમના પત્ની, પૌત્રી અને જમાઈ તેમની નજર સામે તણાયા હતા.

સૌપ્રથમ દિલીપભાઈના ૧૮ વર્ષીય પૌત્રીનો પગ લપસ્યો અને તેને બચાવવા જતા તેમના પત્ની અને બાદમાં જમાઈ પણ તણાઈ ગયા હતા.

 સોમવારે સાંજે ઋષિકેશમાં ગુજરાતના રાજકોટથી આવેલા પરિવારના ત્રણ સભ્યો ગંગા અને હેનવાલ નદીના સંગમ સ્થળ ફૂલચટ્ટી ખાતે ગંગામાં ડૂબી ગયા હતા. લક્ષ્મણઝુલા વિસ્તારની આ ઘટના છે.

ગંગામાં ન્હાવા જતા સમયે આ ઘટના બની હતી. જ્યારે 18 વર્ષીય સોનલ અને તેના પિતા અનિલભાઈ(ઉ.વ.42)ના કોઈ સગળ મળ્યા નથી. રાત પડી જતા હવે પોલીસે શોધખોળ અટકાવી છે. હવે મંગળવારે વહેલી સવારે કાર્યવાહી થશે.

Read About Weather here

તે બાદ તુરંત એનડીઆરએફની ટીમ, લક્ષ્મણઝુલા પોલીસ અને જળ પોલીસની ટીમો તણાયેલા લોકોની શોધખોળમાં લાગી હતી જેમાં 52 વર્ષીય તરૂલતાબેન નામના મહિલાનો મૃતદેહ મળ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here