પડધરી ટોલનાકા પાસે 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

પડધરી ટોલનાકા પાસે 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
પડધરી ટોલનાકા પાસે 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

રૂરલ એસ.ઓ.જી ની ટીમે બિહારી શખ્સને દબોચી લઇ રૂ. 21600 નો મુદ્દામાલ કબજે કર્યો

જામનગર રોડ પર પડધરી પાસે આવેલા વણપરી ટોલ પ્લાઝા પાસે આવેલી મુરલીધર હોટલ પાસેથી બિહારી શખ્સને રૂરલ એસ.ઓ.જી ની ટીમે દબોચી લઇ રૂ. 10000 ની કિંમતનાં એક કિલો ગાંજા સાથે ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની મુજબ રૂરલ એલ.સી.બી પી.ઈ એ.આર.ગોહિલ ની સુચનાથી રૂરલ એસ.ઓ.જી નાં પી.એસ.આઈ એચ.એમ.રાણા. એ,એસ,આઈ ઉપેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

Read About Weather here

ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે પડધરી પાસે આવેલા વણપરી ટોલ પ્લાઝા પાસે મુરલીધર હોટલ પાસે એક શખ્સ ગાંજાનો જથ્થો લઇ ઉભો હોવાની હકીકતનાં આધારે પોલીસે વોચ ગોઠવી વણપરી ટોલ પ્લાઝા પાસે આવેલી મુરલીધર હોટલ પાસેથી એક કિલો ગાંજો સાથે સુમિત કુમાર કારૂ મંડલ નામના બિહારી શખ્સને દબોચી લઇ રૂ. 21600 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here