ના. મામલતદારમાંથી મામલતદાર બનવા સ્પર્ધાત્મક પરીક્ષા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટમાં એક ડઝનથી વધુ મામલતદાર બનવાની રેસમાં: તા.16, 17 અને 24 ઓકટોબરે લેખીત પરીક્ષા, મોખીક પરીક્ષા પછી મેરીંટ લીસ્ટ બનશે

નાયબ મામલતદારમાંથી મામલતદાર બનવા માટે સેમી ડાયરેકટ મામલતદાર બનવા જીપીએસ મારફત પરીક્ષા લેવામાં આવશે. રાજયમાં કુલ 48 જગ્યા માટે પરીક્ષા લેવાશે જેમા પાંચ પેપર આપવાના રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

જીપીએસસી મારફતે તા.16, 17 અને 24 ઓકટોબરે પરીક્ષા લેવાશે.ના.મામલતદાર સવર્ગમાં સેમી ડાયરેકટ પધ્ધતીથી નિમણૂંક અંગેનો રેસીયો વર્ષ 2013માં નિયમ હતો.

ત્યારબાદ મામલતદાર બનવાના નિયમોમાં સુધારો વર્ષ 2018માં થયેલ. હવે આ અંગેના નિયમોની અમલવારી વર્ષ 2021માં થનાર છે.

અગાઉ ના.મામલતદાર સર્વગના કર્મચારી ઉચ્ચ મહેસુલ પરીક્ષા પાસ કર્યા પછી સિન્યોરીટીના આધારે ના.મામલતદારને બઢતી અપાતી હતી.

હવે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સીધા મામલતદાર બની શકશે. લેખીત પરીક્ષા પાસ કર્યા પછી મોખીક પરીક્ષા લેવાશે. સળંગ 7 વર્ષની નોકરી હોય તેમજ ગ્રેજયુએટ કે ઉચ્ચ પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે.

આગામી તા.13 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી પત્ર ભરી સંબંધીત જીલ્લા કલેકટરને રજૂ કરી શકશે. રાજકોટમાં એક ડઝનથી વધુ ના.મામલતદારો મામલતદાર બનવાની રેસમાં છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં 8 નામો આવ્યા છે. જેમાં કે.જી.સખીયા, જલ્પાબેન, નિષાબેન લાખાણી, નિખીલ મહેતા, હિરેન મકવાણા, વિપુલ રાજયગુરૂ, મહેન્દ્રભાઇ ભાલોડી અને ડોલીબેન ગણાત્રા છે.

Read About Weather here

હજુ વધુ નામો આવશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપશે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here