નવી શિક્ષણનીતિ અને ટેકનોલોજીનો ઉપયોગ અંતરિયાળ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા સેમિનાર યોજાયો

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારની કેળવણી, હકારાત્મક અભિગમ સાથે શિક્ષણનાં સંસ્કારો આપવા સરદાર વલ્લભભાઈ પટેલ ચેરી.ટ્રસ્ટ અથાગ મહેનત કરે છે

ઉપલેટા તાલુકાની ૨૫ વર્ષ જુની સંસ્થા સરદાર વલ્લભભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત રમણિકભાઇ ધામી શૈક્ષણિક સંકુલમાં નવી શિક્ષણનીતિ અને ટેકનોલોજીનો ઉપયોગ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના પ્રયત્નરૂપે આ વિષય ઉપર શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડના અધ્યક્ષ સ્થાને ઉપલેટા શહેરની શાળાના શિક્ષકો અને આચાર્યઓ માટે તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રમણિકભાઇ ધામી શૈક્ષણિક સંકુલના પ્રમુખ કમલનયનભાઇ સોજીત્રા અને તમામ ટ્રસ્ટીઓની વિચારધારા અને વિઝનના ભાગરૂપે વિદ્યાર્થી અને શિક્ષકોની તાલીમ, માર્ગદર્શન મળી રહે તે માટે દર મહિને શૈક્ષણિક જગતના વિશેષજ્ઞને આમંત્રિત કરી તાલીમ સેમિનારનું આયોજન કરે છે.

વિદ્યાર્થીઓ ભારતનું વર્તમાન છે, દરેક વિદ્યાર્થી ભારતનો જવાબદાર નાગરિક બને, શિક્ષિત અને દિક્ષિત બને, પરિવાર અને સમાજની જવાબદારી ઉપાડે તથા વિદ્યાર્થીઓની સ્કીલ ડેવેલોપમેન્ટ, પ્રયોગાત્મક જીવન, વિવિધ આવડતો વિકસે, સર્જનાત્મક વિચારની કેળવણી, હકારાત્મક અભિગમ સાથે શિક્ષણના સંસ્કારો આપવાથી સરદાર વલ્લભભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા આચાર્ય અથાગ મહેનત કરે છે. આ શૈક્ષણિક સંકુલ ગ્રાન્ટેડ હોય સાથે-સાથે સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ નહી નફો નહી નુકસાનના ધોરણે ચાલે છે.

Read About Weather here

ઉપલેટાના તમામ નાગરિક દાતાઓ, શૈક્ષણિક- સામાજીક- રાજકીય આગેવાનઓ રમણિકભાઇ ધામી શૈક્ષણિક સંકુલ- ઉપલેટાને સાથ સહકાર આપતા રહેલ છે.  ભવિષ્યમાં પણ સાથ સહકાર મળી રહે એવી અપેક્ષા રાખીએ છીએ.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here