નવાગામ સ્મશાનમાં લાકડા પણ ખુટી પડયા!

સ્મશાન
સ્મશાન

સફાઇના અભાવે ડાઘુઓ પણ ડોકાતા નથી, લાકડા પાણી ગ્રાન્ટ અને મેન પાવર આપવા સમપર્ણ એજ્યુકેશન ટ્રસ્ટની કલેકટરને રજુઆત

10 સબ બાળવામાં 300 મણ લાકડાની જરૂર પડે છે, સ્મશાનનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું : ટ્રસ્ટ

સમર્પણ એજ્યુ એન્ડ ચેરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત મધુવન વિસામો (સ્મશાન) છેલ્લા 20 વર્ષથી સેવાકાર્ય કરે છે

રાજકોટમાં કોરોનાથી ઠેર-ઠેર મોતનું માતમ સર્જાયું છે. અનેક પરિવારનો આધારસ્તંભ તો કોઈના લાડકવાયા આ દુનિયા છોડી ગયા છે અને કુટુંબો પર જાણે આફતનું આભ ફાટ્યું છે. આ સ્થિતિ વચ્ચે નવા સમશાનો કાર્યરત કર્યા બાદ નવા ખાટલા વધાર્યા બાદ પણ સ્મશાનો ટુંકા પડી રહ્યા છે. હાલ મૃત્યુ દરની સામે સમશાનોમાં તાકીદે લાકડાઓ, પાણી, માણસોની ખેંચ ઉદ્દભવતા સંચાલકો દ્વારા વહીવટી તંત્ર, મનપા તંત્ર, જીલ્લા પંચાયતને પત્ર પાઠવી ખર્ચ પેટે ગ્રાન્ટ ફાળવવા રજુઆતો કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

જે અંતર્ગત આણંદપર નવાગામમાં સમશાનનું કાર્યભાર સંભાળતા શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે વહીવટી તંત્રને પત્ર લખીને ઇલેક્ટ્રિક સ્મશાનમાં ડાઘુઓની કમી પૂરી કરવા, લાકડી આપવા, પાણીની સુવિધા આપવા, શક્ય બને તો સમશાનનાં રીનોવેશન માટે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, સમર્પણ એજ્યુ એન્ડ ચેરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત મધુવન વિસામો (સમશાન) છેલ્લા 20 વર્ષથી સેવાકાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા આણંદપર ગામના સ્મશાનો જાણો દ્વારા કરી વિવિધ સુવિધાઓ ઉભી કરી છે. સેવાની અનોખી મિસાલ પ્રગટાવેલ છે.

Read About Weather here

હાલમાં કોરોનાની મહામારીમાં રોજના આ સમશાનમાં 10 શબ બાળવામાં આવે છે. રોજના 300 મણ લાકડા જરૂર પડે છે. જેમાં આ સંસ્થા શબ દીઠ રૂ. 1100 લે છે. કોઈ આગળ પાછળ ણ હોય તો નિ:શૂલ્ક રાખવામાં આવેલ છે. પણ એક શબ દીઠ લાકડા 1500 રૂપિયા જોય છે. જેમાં સંસ્થા 1100 રૂપિયા લે છે. તે 400 રૂ. ની ખોટ ભોગવે છે. પણ સેવાભાવી દાતાઓના સહયોગથી આ સમશાનમાં લાકડા આવે છે અને આ સેવા અવિરત છે. હવે ટૂંક સમયમાં લાકડાનો જથ્થો ખલાસ થઇ જશે.

વિશેષ જાણવા મળ્યું છે કે આવનારા દિવસોમાં લાકડા, સમશાનમાં સફાઈ માટે માણસો મેનપાવર આપવા ડાઘુઓ સંસ્થાઓમાં સેવા આપતા રજૂઆત કરી છે. જેથી આ સ્મશાનને ઇલેક્ટ્રિક સ્મશાન અને લાકડાની વ્યવસ્થા અથવા નિભાવ ગ્રાંટ અને સફાઈની વ્યવસ્થા કરી આપવા શ્રી સમપર્ણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here