નવસારીમાં અનોખા લગ્ન…!

નવસારીમાં અનોખા લગ્ન…!
નવસારીમાં અનોખા લગ્ન…!
સાસુ અને વહુનો સંબંધ એકબીજામાં રહેલી ભૂલો શોધવા માટે પ્રખ્યાત છે. નવસારીમાં આજે એક અનોખા લગ્ન યોજાયા છે, જેમાં સાસુ દ્વારા પોતાની વિધવા વહુને દીકરી ગણી પોતાના ઘરે બેસાડી રાખવા કરતાં તેના લગ્ન કરાવી સમાજમાં ખાસ સંદેશો આપ્યો છે. સાસુ પોતાની વહુને પોતાનાથી નીચી રાખવા માગતી હોય અને તેઓ વચ્ચે ક્યારે પ્રેમ જોવા મળતો નથી એવા અનેક દાખલાઓ આજે જોવા મળી રહે છે, પરંતુ નવસારીની એક સાસુએ પોતાની વિધવા વહુને દીકરી સમાન ગણી બીજી જગ્યાએ પરણાવવાનો વિચાર લાવ્યો અને એનો અમલ કરાવી સમાજમાં એક દાખલો બેસાડી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

વહુને વહુ નહીં, પરંતુ દીકરી માનવા માટે લોકોને પ્રેરણા આપી છે.વાત છે નવસારીના મૂળ ઘાંચી સમાજનાં જયાબેન અમૃતભાઈ ગાંધીની, જેમનો દીકરો આજથી ત્રણ વર્ષ અગાઉ કોમ્પ્યુટર ક્લાસ ચલાવતી વખતે હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યો હતો. એને લઇને તેની પત્ની સ્વીટીબેન વિધવા થયાં હતાં. ત્યારે તેમને એક નવ વર્ષનો દીકરો પણ હતો. જે આજે બાર વર્ષનો થયો છે. તેમ છતાં સ્વીટીબેન પોતાની સાસુ-સસરા સાથે રહી પરિવારની સેવા કરતી હતી. ઘરમાં રોજ વહુને જોઈ તેમને વિચાર આવ્યો કે આ વહુ મારી દીકરી છે, તે વિધવા હોય તો તેને થોડી ઘરમાં બેસાડી રખાય? જેથી તેને અન્ય સાથે પરણાવી વિદાય આપવાનો વિચાર જયાબેનને આવ્યો અને તેમણે સારા છોકરાની શોધ આદરી હતી.

Read About Weather here

જેમાં સુરતના ઉધના ખાતે રહેતા દિવ્યેશ ભરૂચા નામના યુવક સાસુને પોતાની વહુ માટે પસંદ આવ્યો. દિવ્યેશની પત્ની અને માતા દોઢ વર્ષ અગાઉ કોરોનામાં અવસાન પામ્યાં હતાં. ત્યારે આ યુવાન સારી જગ્યાએ નોકરી કરતો હોઈ અને હાલમાં એકલો જ હતો. જેથી સાસુએ પોતાની વહુને આ યુવાન સાથે વાતચીત કરાવી, મુલાકાત કરાવી. એકબીજાને બંનેએ પસંદ કરતાં સાસુએ પોતાની વહુના નવસારી શાકભાજી માર્કેટ સામે આવેલા વિષ્ણુ ભગવાન મંદિર ખાતે લગ્ન કરાવ્યા હતા. કોઈપણ પરિવારની વહુ વિધવા થાય તો તેને ઘરમાં ન બેસાડી રાખી અન્ય જગ્યાએ તેનો સંસાર મંડાય તેવા પ્રયાસો દરેક સાસુ કરે એ માટે જયાબેન દ્વારા દાખલો બેસાડવામાં આવ્યો છે.સાસુના આશીર્વાદતી સ્વીટીએ દિવ્યેશ સાથે સાત ફેરા લઈને પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here