ધો.1 થી 9 નાં વર્ગો ઓનલાઈન: 10 શહેરોમાં રાતનાં 10થી કર્ફ્યું

ધો.1 થી 9 નાં વર્ગો ઓનલાઈન: 10 શહેરોમાં રાતનાં 10થી કર્ફ્યું
ધો.1 થી 9 નાં વર્ગો ઓનલાઈન: 10 શહેરોમાં રાતનાં 10થી કર્ફ્યું

કોરોના કાબુમાં લેવા ફરી નિયંત્રણો જાહેર કરતી ગુજરાત સરકાર
નાઈટ કર્ફ્યું વાળા શહેરોની યાદીમાં આણંદ અને નળીયાદ ઉમેરાયા: ચા-પાનનાં ગલ્લા, હોટેલ અને રેસ્ટોરાં રાતનાં 10 સુધી જ ચાલુ રાખી શકાશે
ધો-10 થી 12 અને ગ્રેજ્યુએશન માટેના ઓફલાઈન અને ઓનલાઈન બંને વર્ગો ચાલુ રહેશે
લગ્ન પ્રસંગ માટે 400 મહેમાનોની છૂટ, અંતિમ વિધિ માટે 100 વ્યક્તિની મંજૂરી: સિનેમા હોલ, જીમ વગેરે 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની છૂટ: તા.15 જાન્યુઆરી સુધી નવી ગાઈડલાઈન્સનું જાહેરનામું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની કોર કમિટીની બેઠકમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને નાગરિકોનાં આરોગ્યનાં હિતમાં નવેસરથી કોરોના નિયંત્રણો લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. એ મુજબ આજે તા.8 થી 15 જાન્યુઆરી સુધી કુલ 10 મહાનગરોમાં કર્ફ્યુંનો સમય લંબાવવામાં આવ્યો છે. આણંદ અને નળીયાદ બે નવા શહેરો નાઈટ કર્ફ્યુંની યાદીમાં ઉમેરાયા છે. ધો-1 થી 9 નાં વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યા છે, ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. સંખ્યાબંધ નીતિ નિયમો સાથે કોરોના પ્રોટોકોલનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમામ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં ધો-10 થી 12 ના ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનાં વર્ગો ચાલુ રખાશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારનાં નવા જાહેરનામાંનો અમલ આજે તા.8 જાન્યુઆરીથી તા.15 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે. જાહેરનામાં મુજબ રાજકોટ સહિત 10 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંનો સમય લંબાવાયો છે. નાઈટ કર્ફ્યું રાતનાં 10 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. તમામ વ્યાપારી ગતિવિધિઓ એટલે કે દુકાનો, લારી-ગલ્લા, વાણિજ્ય સંસ્થાઓ, શોપિંગ મોલ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરીબજાર, હેર સલુન, સ્પા અને બ્યુટી પાર્લર, ચા-પાનનાં ગલ્લા, હોટેલ અને રેસ્ટોરાં રાતનાં 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે.

હોટેલ અને રેસ્ટોરાં 75 ટકા ક્ષમતા સાથે રાતનાં 10 સુધી ચાલુ રાખી શકાશે. જયારે હોમ ડિલીવરી સેવા રાતનાં 11 સુધી ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારનાં સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કે શૈક્ષણિક જાહેર સમારંભો માટે પણ હાજરીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં મહતમ 400 મહેમાનોને હાજર રાખી શકાશે. લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

અંતિમ ક્રિયા કે દફન વિધિ માટે 100 વ્યક્તિઓને હાજર રાખવાની છૂટ અપાઈ છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક અને સ્વીમીંગ પુલ, લાઈબ્રેરી, ઓડીટોરીયમ અને હોલ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચા રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.વાહન વ્યવહાર માટે પણ નિયમો જાહેર કરાયા છે. નોન એસી બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે અને એસી બસ સેવા મહતમ 75 ટકા મુસાફર હાજરી સાથે ચાલુ રહેશે.

બસ પરિવહન સેવાઓને રાત્રી કર્ફ્યુંમાંથી મુક્તિ અપાઈ છે. ધો-10, 12 અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસ અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક યા ભરતી પરીક્ષાનાં કોચિંગ સેન્ટર મહતમ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. શાળા-કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષા યા સ્પર્ધાત્મક- ભરતી ગાઈડલાઈનનાં પાલન સાથે યોજી શકાશે.

રમત-ગમત સ્ટેડીયમ અને સંકુલોમાં પ્રેક્ષકોની હાજરી વિના રમત ચાલુ રાખી શકાશે. રાત્રી કર્ફ્યુંનાં નિયમ: રાત્રી કર્ફ્યું દરમ્યાન દર્દી, સગર્ભા અને અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એક વ્યક્તિ સાથે અવરજવરની છૂટ રહેશે. રેલવે, એરપોર્ટ, એસટી કે સીટી બસની ટીકીટ રજુ કરનાર અવરજવર કરી શકશે. કર્ફ્યું દરમ્યાન રાત્રે કોઈ રાજકીય, સામાજીક, શૈક્ષણિક કે ધાર્મિક જાહેર સમારંભ યોજી નહીં શકાય.

અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિ એ એમનું ઓળખ કાર્ડ, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારનાં કાગળ કે પુરાવા રજૂ કરવાના રહેશે. આવા સંજોગોમાં નીકળેલ વ્યક્તિ સાથે ફરજ પરના અધિકારી અને કર્મચારીઓએ માનવીય અભિગમ અપનાવવાનો રહેશે. આવશ્યક અને તાત્કાલિક સેવાઓ, તબીબી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, અખબાર વિતરણ, પેટ્રોલ પંપ અને સીએનજી પંપ, વિતરણ

Read About Weather here

અને રીપેરીંગ સેવા, પોસ્ટ અને કુરિયર, પશુ આહાર-ધાસચારોની હેરફેર, કૃષિ કામગીરી, પુરવઠા વ્યવસ્થા, આવશ્યક ચીજોનાં પરિવહન, સંગ્રહ તથા વિતરણ જેવી સેવાઓ ઔદ્યોગિક એકમો અને તેમના સ્ટાફની અવરજવરને નાઈટ કર્ફ્યુંમાં મુક્તિ અપાઈ છે. બાંધકામ પ્રવૃત્તિઓ કોરોના નિયમો સાથે ચાલુ રાખી શકાશે. સરકારનાં જાહેરનામાંનો ભંગ કરનાર સામે કડક હાથે કામ લેવામાં આવશે અને તમામ નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here