ધોની બેટ કેમ ચાવે છે…?

ધોની બેટ કેમ ચાવે છે…?
ધોની બેટ કેમ ચાવે છે…?
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પણ ચેન્નઈના કેપ્ટન ધોની બેટને ચાવતા જોવા મળ્યા હતા. ધોની આમ કેમ કરે છે એની ચર્ચા ઘણીવાર થતી હતી, એવામાં આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અમિત મિશ્રાએ આના પાછળનું કારણ જણાવ્યું હતું. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરતાં પહેલાં બેટને ચાવતા નજરે પડે છે.ચલો, આપણે સમગ્ર ઘટના પર નજર ફેરવીએ…..

Visit Saurashtra Kranti Homepage here

ધોની બેટ કેમ ચાવે છે…? ધોની

અમિત મિશ્રાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે જો તમે વિચારી રહ્યા છો કે માહી કેમ બેટ ચાવે છે તો એની પાછળનું કારણ હું તમને જણાવું. ધોની પોતાના બેટ પર લાગેલી ટેપ દૂર કરવા માટે આવું કરે છે. તે અવારનવાર પોતાના બેટને આવી રીતે સાફ કરતો હોય છે અને આવું કરવું માહીને પસંદ પણ છે. તમને ધોનીના બેટ પર એકપણ ટેપ કે દોરો બહાર નીકળતો જોવા નહીં મળે.ધોની આ સીઝનમાં ફિનિશર તરીકે સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 11 મેચમાં 32.60ની એવરેજથી 163 રન કર્યા છે.

ધોની બેટ કેમ ચાવે છે…? ધોની

Read About Weather here

વળી, આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 139.32 રહ્યો છે. આ મેચમાં તેણે 8 બોલમાં 21 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.IPLની 55મી મેચમાં ચેન્નઈની ટીમે દિલ્હી સામે શાનદાર 91 રને જીત મેળવી છે. ચેન્નઈએ દિલ્હીને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ચેઝ કરતાં દિલ્હી માત્ર 117 રને સમેટાઈ ગઈ. ચેન્નઈની જીતમાં બોલરોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો, જેમાં મોઈન અલીએ 3 વિકેટ તેમજ મુકેશ ચૌધરી, સીમરજિત સિંહ, બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી.મહેન્દ્ર સિંહ ધોની ફરીથી ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની ગયો છે. આ સીઝનમાં ધોનીએ કેપ્ટન તરીકે 3 મેચ રમી છે, જેમાં 2માં ટીમને જીત મળી છે, જ્યારે 1મા હારનો સામનો કરવો પડ્યો છે.ત્યાર પછી રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવાયો હતો, પરંતુ સીઝનમાં 6 હાર પછી સર જાડેજાએ સામેથી કેપ્ટનશિપ ધોનીને પરત સોંપી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here