ધારાસભ્યએ ઘણું વહેલુ બોલવાની જરૂર હતી: ઇન્દ્રનીલ

સીપી અગ્રવાલને તાત્કાલીક સસ્પેન્ડ કરવા ઇન્દ્રનીલની માંગણી
સીપી અગ્રવાલને તાત્કાલીક સસ્પેન્ડ કરવા ઇન્દ્રનીલની માંગણી

ભાજપ શાસનમાં આ વાતો અનેક કિસ્સા બન્યા છે
પ્રજાના પૈસે ટ્રેનીંગ મેળવતા અને નોકરી મેળવનારા પોલીસ અધિકારીઓ ભાજપની ટીમ તરીકે જ કામ કરતા હોવાનો કોંગી આગેવાનનો આક્ષેપ
મહેશ સખીયા જેવા તો અનેક કિસ્સા અગાઉ પણ બન્યા છે, ભાજપના જ એક ધારાસભ્ય હોવા છતાં જાહેરમાં કૌભાંડ છતું કરવા બદલ એમને અભિનંદન આપુ છું(સૌરાષ્ટ્ર ક્રાંતી

રાજકોટમાં લોકપ્રિય અને લડાયક કોંગ્રેસી આગેવાન ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ ભાજપના ધારાસભ્ય દ્વારા પોલીસ કમિશનર સામે થયેલા હપ્તાગીરીના આક્ષેપો અંગે એવી પ્રતિક્રિયા વ્યકત કરી હતી કે, આવું આ કાંઇ પહેલી વખત બન્યું નથી. રાજકોટમાં આવા તો અનેક કિસ્સા બન્યા છે. ધારાસભ્ય અને એ પણ ભાજપના ધારાસભ્ય તરીકે જાહેરમાં બોલવાની એમણે હિમ્મત કરી છે એ બદલ હું અભિનંદન આપુ છું.

Read Saurashtra Kranti E-Paper here

પણ ધારાસભ્યએ ધણુ વહેલુ બોલવાની જરૂર હતી. છતાં એમણે હિમ્મત કરૂ છું એટલે હું એમને અભિનંદન આપુ છું.રાજયગુરૂએ આવી પરિસ્થિતિ માટે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનની ખામીઓને સ્પષ્ટ પણે જવાબદાર ઠરાવી હતી અને પોલીસ કઇ રીતે ભાજપના નેતાઓને અચ્છોવાના કરતી રહી હતી તેના દ્રષ્ટાતો પણ તેમણે આપ્યા હતા. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના માનીતા અને વ્હાલા હોવાને કારણે જ પોલીસ કમિશનર અત્યાર સુધી અહીં ટકી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આવા તો અનેક કિસ્સા છે. તેમણે તીખી ટકોર કરી હતી કે, શહેરમાં એકાદ બે બ્રિજ અને એઇમ્સ બતાવીને મોટા પાયે વિકાસનો દેખાવ કરવામાં આવ્યો છે. હકિકતે વિજય રૂપાણીના શાસનમાં આઇપીએસ અને આઇએસ અધિકારીઓ ઉપયોગ કરીને સુચીતની જગ્યાઓ ખાલી કરાવવાના પગલા લઇ મોટા પાયે વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. પીઆઇ અને પીએસઆઇ કક્ષાના આઇપીએસ કર્મીઓ પોતે જે તે વોર્ડના ભાજપના નેતા છે. એવું બતાવી રોફ અને રૂવાફ બતાવે એ રૂપાણીના ગેરવહીવટ વિશે ધણુ બધુ કહી જાય છે. તેમણે પોલીસમાં જોવા મળતા ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓ બદલ રૂપાણીના શાસનને જ જવાબદાર ગણાવ્યું હતું.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here