ધમેન્દ્ર કોલેજ મેદાન ખાનગી સંસ્થાને સોંપવા સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ શહેરની સાર્વજનિક મેદાનો ધીમ ધીમે ઓછા થઈ રહ્યા છે. રેસકોર્ષ, ચૌધરી સ્કૂલ મેદાન, શાસ્ત્રી મેદાન સહિતના ખુલ્લા સાર્વજિક મેદાન હવે ખાનગી સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યા છે. તે પૈકી વધુ એક મેદાન ધર્મેન્દ્ર કોલેજ કંપાઉન્ડ પણ આમ નાગરિકો માટે બંધ કરી દેવાની હિલચાલ થતાં તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી વકીલ ગોપાલ ત્રિવેદી અને બ્રિજ વિકાસભાઈ શેઠ દ્વારા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં ધર્મસિંહજી આર્ટસ કોલેજની સ્થાપના 6/1/1936ના રોજ ઠાકોરસાહેબ ધર્મન્દ્રસિંહજી દ્વારા કરવામાં આવેલ હતી. જે રજવાડાના વિલીનીકરણ પહેલાનુ મેદાન હતું આ રાજકોટ શહેરમાં લોકો રહેતા નાગરીકોનું હદય કહેવાય છે અને રાજકોટ શહેરની જાહેર જનતા માટે તથા આજુબાજુની નાની સ્કુલોમા તથા હોસ્ટેલમાં તથા કોલેજમાં અભ્યાસ કરતા તથા રાજકોટ શહેરના સામાન્ય તથા ગરીબ વર્ગના લોકો કોઈપણ ચાર્જ વિના બાળકો, યુવાનો માટે તથા સિનિયર સિટીઝન માટે ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ રમતનુ મેદાન આવેલ છે. જે મેદાન ફરતે યુવાનોને રમત રમવા આવતા બંધ કરવા માટે વિકાસના નામે હાલના મેદાન ફરતે દીવાલ બનાવવામા આવી રહી છે.

જે તાત્કાલીક અટકાવવા તે માટે સહયોગ આપવા અપીલ. આ મેદાનમા રમતા યુવાનો મેદાનમા દીવાલ બનાવવા સામે વાંધા અરજી રાજકોટ કલેકટરને તથા આર.એન્ડ બી શહેર મામ વીભાગને અરજી આપેલ હતી. રાજયપાલ તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભુપેન્દ્રભાઈ પટેલ હાલના મુખ્યમંત્રી તથા શિક્ષણ કમિશનર, વગેરેને અરજી કરેલ હતી કે આ મેદાનમાં યુવાનો કોઈપણ ચાર્જ વીના બાળકો રમી શકે પરંતુ આ અંગે સંવેદનશીલ સરકારએ અમોને કોઈ પણ રીતે સાભાળેલ ન હતા. કે રજુઆત પણ ધ્યાને લીધી ન હતી કે રાજકોટના આ એક માત્ર મેદાન બચાવવા બાબતે રાજકોટના કોપોરેટર, મેયર એ કે ધારાસભ્ય, કે સંસદસભ્યઓ પણ રસ દાખવેલ નથી રાજકોટ શહેરમા જે મેદાનો હતા તે પૈકી લાલબહાદુર શાસ્ત્રી મેદાન, રેશકોર્ષનું મેદાન તથા કરણસિંહ સ્કુલનું મેદાન, ચોધરી હાઇસ્કૂલનું મેદાન તથા વિરાણી હાઇસ્કુલનું મેદાન, આત્મીય કોલેજનું મેદાન, આલ્ફેડ હાઈસ્કૂલ વિગેરે મેદાનો હતા.

જેમાં યુવાનો તે મેદાનોમાં રમતો રમતા હતા, તે જાહેર જનતા માટે ખુલ્લા હતા અને બાળકો, યુવાનો આ મેદાનમાં રમતો રમતા હતા પરંતુ હાલ તે તમામ મેદાનોનો કબજો જે તે સંસ્થા દ્વારા 2મતો રમતા યુવાનોને પ્રવેશ બંધ કરવામાં આવેલ છે અથવા સરકાર દ્વારા બિલ્ડિંગો બનાવવાથી આ મેદાનો રહેવા પામેલ નથી. જેથી આ રમતગમતની પ્રવૃતિ માટે હાલ માત્ર એક માત્ર ધર્મેન્દ્ર કોલેજ કેમ્પસમાં આવેલ મેદાન છે જેમાં નાના-મોટા બાળકો તથા યુવાનો જે રોજ ક્રિક્રેટ તથા ફુટબોલ, કબડી જેવી રમતો કોઈ પણ ચાર્જ વિના વરસોથી રમતા હતા તેમજ ધર્મેન્દ્ર કોલેજ કેમ્પસમાં આવેલ મેદાનમા તો અમો સિનિયર સિટીઝનો તથા એડવોકેટો પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા મહેનત કરી ઘરના ખર્ચ કરી આ. 300 વૃક્ષો વૃક્ષોરોપણ કરેલ છે.

Read About Weather here

આ ધમેન્દ્ર કોલેજ કેમ્પસમાં તો ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ, એ.એમ.પી.લો કોલેજ તથા એચ.એન.બી.કોટકસાયન્સ કોલેજ એવીપીટીઆઈ પોલીટેકનીક કોલેજો જેવી અનેક કોલેજો આવેલ છે તથા અનેક હોસ્ટેલો જેવી કે પી.જી. મેડીકલ હોસ્ટેલ તથા માર્કોની હોસ્ટેલ તથા અનેક હોસ્ટેલો આવેલી છે તેમા વિધાર્થી ઓ રહેતા હોય અને અભ્યાસ કરતા હોય અને સદરહુ મેદાન જે તે સમયે ‘રાજકોટના રાજવી પરીવાર દ્વારા ફકત રાજય સરકારને આ તમામ મીલ્કત તથા મેદાનમા શૈક્ષણિક સંકુલ તથા રમતગમતના ઉપયોગ કરવા માટે જ રાજય સરકારને સોપવામાં આવેલ છે હાલ રાજકોટ શહેરમાં એક પણ મેદાન બાળકોને કે યુવાનોને રમત ગમત પ્રવૃતિ જેવી કે, ફુટબોલ, ક્રિકેટ, કબડી, રમત રમવા માટેના મેદાન રહેવા પામેલ નથી અને જો આ મેદાન ફરતી દીવાલ બાંધવાથી આજુબાજુના વિસ્તારના તથા રાજકોટ શહેરના બાળકો રમત ગમત પ્રવૃતિ બંધ થઈ જાય તેમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here