દેશમાં બોકાસો બોલાવતી મોંઘવારી: લાખો ઘરોનાં બજેટ વિખેરાયા

દેશમાં બોકાસો બોલાવતી મોંઘવારી: લાખો ઘરોનાં બજેટ વિખેરાયા
દેશમાં બોકાસો બોલાવતી મોંઘવારી: લાખો ઘરોનાં બજેટ વિખેરાયા

તમામ પ્રકારનાં શાકભાજી, ફળ, ખાદ્યતેલો, દૂધનાં સતત આકાશની ઉંચાઈને આંબતા ભાવ

ગુજરાત સહિત આખા દેશમાં મોંઘવારીએ હવે આડો આંક વાળી દીધો છે અને રોજેરોજ દરેક ચીજ-વસ્તુઓનાં ભાવ વધીને આકાશની સપાટીને સ્પર્શી રહ્યા હોવાથી પ્રચંડ જન આક્રોશ અને વિરોધ વાવંટોળ ઉભો થયો છે. મોંઘવારીની અગન જ્વાળાઓનાં લબકારામાં લાખો ઘરોનાં કિચન બજેટ ભસ્મીભૂત થઇ ગયા છે. કોઈ ખાદ્યપદાર્થ કે ચીજ-વસ્તુ એવા નથી જેના ભાવ રોજેરોજ વધતા ન હોય અને હવે જનતા તોબા પોકારી ગઈ છે. ખૂણે-ખૂણેથી અવાજો ઉઠી રહ્યા છે કે મોંઘવારીનાં રાક્ષસને હવે પાંજરે પૂરો.

Visit Saurashtra Kranti Homepage here

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં તો વધારો થવો હવે દૈનિક પ્રક્રિયા બની ગઈ છે. આજે પણ પેટ્રોલનાં ભાવમાં પ્રતિલીટર 79 પૈસા અને ડીઝલનાં ભાવમાં 83 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહથી ભાવ વધારાની બુલડોઝર ચાલી રહ્યું છે.ગત બે અઠવાડિયામાં ઇંધણનાં ભાવમાં કુલ રૂ.8.40 જેટલો આકરો વધારો પ્રતિલીટર ઝીંકી દેવામાં આવ્યો છે. એ જ રીતે સીએનજીનાં ભાવમાં પણ 7-7 વખત વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર ખાદ્યપદાર્થોની ભાવસપાટી પર થઇ છે. કેમકે દેશમાં ખાદ્યપદાર્થો દૂધ વગેરેની 80 ટકા હેરફેર ટ્રક અને ટેમ્પો મારફત રસ્તા માર્ગે થતી હોય છે. ગામડાઓમાંથી શાકભાજી અને ફળ-ફળાદી શહેરોમાં લાવવામાં આવે છે જેનું પરિવહન કરવાનું દિવસે- દિવસે મોંઘુ બનતું જાય છે. આ રીતે લોકોની રાડ ફાટી ગઈ છે.

ગુજરાતમાં અત્યારે તહેવારો એટલે કે ઉપવાસનાં મહિના ચાલી રહ્યા છે. હિન્દુ સમાજની ચૈત્રી નવરાત્રી છે અને મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે દરેક ખાદ્યપદાર્થો, ફળ-ફળાદી અને ખાદ્યતેલોનાં ભાવોમાં આગ ભડકી ઉઠી છે. સ્થાનિક વેપારીઓને મન પડે તેવા ભાવ લેવા લાગ્યા છે.પરિવહન મોંઘુ થઇ રહ્યું હોવાથી તમામ ખાદ્યપદાર્થોની ભાવસપાટી બેકાબુ થઇ ગઈ છે. રાજકોટની જ વાત કરીએ તો લીંબુનો ભાવ કિલોદીઠ રૂ.200 જેવી વિક્રમ સર્જક સપાટીએ પહોંચી ગયો છે. હજુ થોડા દિવસ પહેલા લીંબુનો ભાવ કિલોદીઠ રૂ.50 થી 60 હતો . પરિણામે પરિવારોનાં કિચનનાં બજેટ એકદમ વેરવિખેર થઇ ગયા છે. ગૃહિણીઓમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો છે. મેથી, પાલક, લીલા મરચા વગેરેનાં ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં જ 40 થી 60 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે.

Read About Weather here

દૂધની વાત કરીએ તો છેલ્લા કેટલાક સપ્તાહથી બ્રાન્ડેડ કંપનીઓ અમુલ, પરાગ અને વેરકા વગેરેએ એમની દૂધ ઉત્પાદન ચીજોનાં ભાવ વધારી દીધા છે. લીટરદીઠ સરેરાશ રૂ.2 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમુલ કંપનીનાં માર્કેટિંગ વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, માલ-સમાનની હેરફેર, પશુદાણ અને પેકેજીંગ મોંઘુ બન્યા છે અને વીજખર્ચ પણ વધી ગયા છે. પરિણામે દૂધનાં ભાવ વધારવા પડ્યા છે. ઉર્જા અને ગેસ વધારો તો હજુ આપણે વધારામાં લીધો નથી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here