દેશના સીઆરપીએફ નાં જવાનોમાં માનસિક અસ્થિરતાનું વધતું પ્રમાણ

દેશના સીઆરપીએફ નાં જવાનોમાં માનસિક અસ્થિરતાનું વધતું પ્રમાણ
દેશના સીઆરપીએફ નાં જવાનોમાં માનસિક અસ્થિરતાનું વધતું પ્રમાણ

આત્મહત્યા અને સાથીદારોની હત્યાનાં વધતા બનાવોથી ગૃહખાતુ ચિંતાતુર: જવાનોને માનસિક સધિયારો આપવા ચૌપાલનું આયોજન કરાશે

દેશના સીઆરપીએફ દળનાં જવાનોમાં આત્મહત્યા અને અરસપરસ એક-બીજા પર ગોળીઓ છોડી હત્યાનાં વધતા જતા બનાવોને કારણે સીઆરપીએફ જવાનોનાં કથળતા જતા માનસિક સ્તર અંગે કેન્દ્ર સરકાર ચિંતામાં મુકાઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ફરજ દરમ્યાન સતત તનાવનાં વાતાવરણ તથા મુશ્કેલ અને દુર્ગમ વિસ્તારોમાં સતત ફરજ બજાવવાને કારણે જવાનોનાં માનસિક સ્તરમાં વધારો થઇ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ગૃહવિભાગ પણ ચોંકી ઉઠ્યું છે.

એટલે જવાનોને માનસિક તનાવથી મુક્ત કરવાના શ્રેણીબધ્ધ પગલા વિચારવામાં આવી રહ્યા છે.સીઆરપીએફ નાં વડાએ તમામ પ્રાદેશિક વડામથકોને તાકીદનો પત્ર પાઠવ્યો છે અને દરેક છાવણીમાં સાપ્તાહિક ચૌપાલ ગોઠવવા આદેશ આપ્યો છે.

અગાઉ આવી બેઠકો થતી હતી. સીઆરપીએફ દળનાં વડાએ એમની નોંધમાં તાકીદ કરી છે કે, અર્ધલશ્કરી દળનાં વડાઓએ સામાજીક અને માનસિક રીતે મજબુત હોવું જ જોઈએ.

તેઓ રડવા લાગે કે સંવેદનશીલ બની જાય એવી અપેક્ષા રાખી શકાય નહીં. જવાનો મોટાભાગે એક-બીજા સાથે એમની અંગત કે પારિવારિક સમસ્યાઓની ચર્ચા કરતા નથી. મનમા અને મનમા ઘૂંટાયા કરતા હોય છે.

આ સમસ્યા દૂર કરવા ચૌપાલ જરૂરી છે. સપ્તાહમાં એક કે બે વાર છાવણીમાં અથવા વૃક્ષની નીચે બેસીને જવાનો એકઠા થાય છે. ફરજ સિવાયનાં મુદ્દાઓ ઉપર પણ અરસપરસ ચર્ચા થાય છે. આવી બેઠકમાં બધાએ સાદા વસ્ત્રોમાં આવવાનું રહે છે.

એકમેક સાથે વાતોચીતો કરીને કમાન્ડરની હાજરીમાં જવાનો હળવાફૂલ થઇ જાય છે. આવી બેઠકમાં ફરજ અંગેની કોઈ વાતચીત થતી નથી. એટલે કોઈ હિચકિચાટ વિના ઘર પરિવારનાં પ્રશ્નોની ચર્ચા થાય છે, હસી મજાક થતા રહે છે.

Read About Weather here

સીઆરપીએફ નાં જવાનોની માનસિક સમસ્યાઓ દૂર કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. કેમકે મોટાભાગે પારિવારિક સમસ્યા, માંદગી અને નાણાંભીડને કારણે જવાનોએ આપઘાત કર્યાનું જાહેર થયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here