દેશના સર્વોત્તમ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ

દેશના સર્વોત્તમ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
દેશના સર્વોત્તમ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ

ભારતીય સેનાનાં વિશાળકાય હર્ક્યુલીસ વિમાનમાં વડાપ્રધાન મોદીએ ઉતરાણ કર્યું: હવે દિલ્હીથી યુ.પી. ની અંદર સુધીનાં જિલ્લાઓમાં પહોંચવામાં માત્ર 10 કલાક લાગશે
સુલ્તાનપુરમાં જાહેરસભાને સંબોધન, યુ.પી. નાં અનેક જિલ્લાઓનાં વિકાસનાં દ્વાર ખુલ્યા, એક્સપ્રેસ-વે ની પટ્ટી પર ઉતરાણ કર્યા બાદ 341 કિ.મી. લાંબા માર્ગનું ઉદ્દઘાટન કરતા વડાપ્રધાન
નવા માર્ગથી વાયુ સેનાની તાકાત વધશે અને યુપીનો વિકાસ થશે: મોદી

દેશના અને ઉતરપ્રદેશનાં સર્વોતમ 6 માર્ગીય પૂર્વાંચલ એક્સપ્રેસ-વે નું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. ઉતરપ્રદેશનાં સુલ્તાનપુર જિલ્લામાં બનાવેલા ભવ્ય એક્સપ્રેસ-વે ને પગલે દિલ્હી અને યુ.પી. નાં અંદર સુધીનાં જિલ્લાઓ વચ્ચેનું અંતર ઘણું ઓછું થઇ જશે અને અનેક જિલ્લાઓનાં વિકાસનાં દ્વાર ખુલી જશે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય સેનાનાં વિશાળકાય સી-130જે હર્ક્યુલીસ ટ્રાન્સપોર્ટ વિમાનમાં બેસીને વડાપ્રધાન મોદીએ એક્સપ્રેસ-વે ની હવાઈ પટ્ટી પર ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ તેમણે 6 માર્ગીય એક્સપ્રેસ-વે નું ઉદ્દઘાટન કર્યું હતું.

આ એક્સપ્રેસ-વે ની વિશિષ્ટતા એ છે કે, તેની સાથે-સાથે ભારતીય વાયુ સેના માટે 3.2 કિ.મી. લાંબી એરઇસ્ટ્રીપ પણ તૈયાર કરવામાં આવી છે. પણ જ્યાંથી ઈમરજન્સી સમયમાં યુધ્ધ વિમાનોનું ઉતરાણ થઇ શકશે અને ઉદયન પણ કરી શકશે.

ઉદ્દઘાટન બાદ ભારતીય વાયુદળનાં જાંબાઝ જવાનો દ્વારા અભૂતપૂર્વ અને દિલધડક એરશો પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસીંઘ પણ હાજર રહ્યા હતા. યુ.પી. નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક્સપ્રેસ-વે 341 કિ.મી. લાંબો છે. દિલ્હીથી યુ.પી. નાં છેક પૂર્વ ખુણાનાં અને બિહાર સરહદને અડીને આવેલા જિલ્લાઓ સુધી પહોંચવામાં પણ માત્ર 10 કલાક લાગશે. કુલ રૂ. 22500 કરોડનાં ખર્ચે આ ભવ્ય માર્ગ બનાવવામાં આવ્યો છે.

Read About Weather here

જેનાથી પૂર્વાંચલનાં લખનૌ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, સુલ્તાનપુર, આઝમગઢ, મઉ, ગાઝીપુર અને આમેદકર જિલ્લાઓનાં વિકાસનાં દ્વાર ખુલી જશે. સુચિત સંરક્ષણ કોરીડોર ઉપરાંત અન્ય ત્રણ આવા એક્સપ્રેસ-વે નું નિર્માણ પણ ચાલી રહ્યું છે. સુલ્તાનપુર ખાતે યોજાયેલી જંગી જાહેરસભાને વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here