દુષ્કર્મની ઘટનાઓથી વ્યથિત યુવાનની દેશવ્યાપી પદયાત્રા

દુષ્કર્મની ઘટનાઓથી વ્યથિત યુવાનની દેશવ્યાપી પદયાત્રા
દુષ્કર્મની ઘટનાઓથી વ્યથિત યુવાનની દેશવ્યાપી પદયાત્રા

ચૈન્નાઈથી પગે ચાલી ને રવાના થયેલો 22 વર્ષીય યુવાન આખા દેશમાં ઘૂમી વળશે; દુષ્કર્મનાં બનાવો અટકવા જોઈએ, પદયાત્રા કરીને દેશવાસીઓને સંદેશો આપશે

ખભે થેલો અને હાથમાં એક પોસ્ટર લઈને 22 વર્ષનો યુવાન સાંઈ રઘુલ દેશવ્યાપી પદયાત્રાએ નીકળી પડ્યો છે. દેશભરમાં અને તમિલનાડુમાં બની રહેલી માસુમ બાળાઓ, વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓથી વ્યથિત થઇને દેશવાસીઓને જાગૃત કરવા

Visit Saurashtra Kranti Homepage here

અને ખાસ સંદેશો ફેલાવવા આ યુવાને ચૈન્નાઈથી પદયાત્રા શરૂ કરી છે. ગઈકાલે આ યુવાન 14 દિવસે પશ્ર્ચિમ બંગાળ પહોંચ્યો છે. આ યુવાને જાતિઓ હુમલાની ઘટનાઓનો અંત આવવો જોઈએ એવી લાગણી વ્યક્ત કરી છે.

જાગૃતિનો સંદેશો પુરા દેશમાં ફેલાવવા માટે આ સોફ્ટવેર એન્જીનિયર યુવાન ખભે થેલો લટકાવીને નીકળી પડ્યો છે. ચૈન્નાઈથી નીકળી આંધ્રપ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ અને ઓરિસ્સા થઇને બંગાળ પહોંચ્યો છે

અને હવે સિક્કિમ તરફ જઈ રહ્યો છે.તેની ધગશ અને લગન બદલ ઠેર-ઠેર જોરદાર લોક આવકાર મળી રહ્યો છે. દાજીર્લિંગમાં તો ડીઆઈજી અમિત જવલગીએ તેને જોઇને ખાસ મુલાકાત આપી હતી અને જે હેતુ માટે પદયાત્રા કરે છે તે બદલ સાંઈને અભિનંદન આપ્યા હતા.

ડીઆઈજી એ યુવાનનાં મોબાઈલ નંબર પણ લીધા છે અને પ્રવાસમાં આગળ કોઈ તકલીફ પડે તો તુરંત સંપર્ક કરવા કહ્યું છે. આ પદયાત્રા યુવાને શું કામ શરૂ કરી તેની પાછળ પણ એક ઘટના જવાબદાર છે.

Read About Weather here

ચૈન્નાઈમાં એક ખાનગી સ્કૂલનાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી હતી એ ક્ધયાએ બાદમાં આપઘાત કરી લીધો હતો પણ શાળાનો આચાર્ય જામીન પર છૂટી ગયો હતો. જેનાથી ખૂબ જ વ્યથિત થયેલા સાંઈ રઘુલે જનજાગૃતિ પદયાત્રા શરૂ કરવાનું નક્કી કરી લીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here