ત્રણેય નવા કૃષિ કાયદા પરત લેવા કેબીનેટની લીલીઝંડી

ત્રણેય નવા કૃષિ કાયદા પરત લેવા કેબીનેટની લીલીઝંડી
ત્રણેય નવા કૃષિ કાયદા પરત લેવા કેબીનેટની લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠકમાં ચર્ચા મંથન: કેબીનેટની મંજૂરી મળતા હવે સંસદમાં ખરડો મુકાશે

ખેડૂતો એક વર્ષ કરતા વધુ સમયથી જેની સામે આંદોલન કરી રહ્યા છે એ ત્રણેય નવા વિવાદાસ્પદ કૃષિ કાયદા પરત લેવાના પ્રસ્તાવને આજે કેન્દ્રીય કેબીનેટ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની ખાસ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને વડાપ્રધાને કરેલી જાહેરાતને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. કેબીનેટની બેઠક બાદ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું

કે, સંસદનાં આ મહીને જ શરૂ થઇ રહેલા શિયાળુ સત્રમાં નવા કૃષિ કાયદા રદ કરવા અંગેનો સર્વગ્રાહી ખરડો મુકવામાં આવશે. વડાપ્રધાને ગયા સપ્તાહે રાષ્ટ્રજોગ વાયુ પ્રવચનમાં કૃષિ કાયદા રદ કરવાની અણધારી જાહેરાત કરી હતી.

એમણે કાયદા રદ કરવાની જાહેરાત સાથે આંદોલનકારી ખેડૂતોને ઘરે પાછા જવાની પણ અપીલ કરી હતી.આંદોલનકારી ખેડૂતોનાં નેતા રાકેશ ટીકૈત વગેરેએ એવું વલણ લીધું હતું કે, હાલ આંદોલન તુરંત પાછું નહીં ખેંચાઈ. સંસદમાં કાયદો રદ થવાનો ખરડો પસાર થઇ જાય

Read About Weather here

એ પછી કિસાનોનું આંદોલન સમેટી લેવામાં આવશે. એ પછી એમએસપી નો મુદ્દો હજુ ઉભો છે. કિસાનોએ લખીમપુર ખીરી ઘટના બદલ કેન્દ્રીય રાજ્યમંત્રી અજય મિશ્રાની બરતરફી માટે પણ માંગણી મૂકી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here