તમામ જિલ્લા પ્રભારી સચિવોને જિલ્લાઓમાં પહોંચી જવા આદેશ

તમામ જિલ્લા પ્રભારી સચિવોને જિલ્લાઓમાં પહોંચી જવા આદેશ
તમામ જિલ્લા પ્રભારી સચિવોને જિલ્લાઓમાં પહોંચી જવા આદેશ

કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા તા.10મીથી દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડરનું વિતરણ: વિડીયો કોન્ફરન્સમાં તમામ જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપતા મુખ્યમંત્રી
હોમ આઈસોલેશન દર્દી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું સતત મોનીટરીંગ કરવા ભુપેન્દ્ર પટેલની સુચના: રાજકોટ સહિતનાં મહાનગરોનાં મ્યુ.કમિશનર, જિલ્લા કલેકટરો સાથે મુખ્યમંત્રીની બેઠક
દવાઓ, ઓક્સિજન બેડ, રસીકરણની તમામ વિગતોની સતત ચકાસણી કરવા જિલ્લા અધિકારીઓને સ્પષ્ટ આદેશ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોનાં વહીવટીતંત્રની સજ્જતાનો પ્રયાસ કાઢવા આજે સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ કોરોના અને ઓમિક્રોનને કાબુમાં લેવા માટે ધડાધડ આદેશો છોડ્યા હતા. જિલ્લાનાં પ્રભારી સચિવોને તાત્કાલિક પોતાના જિલ્લાઓમાં પહોંચી જવા અને તમામ મદદ પહોંચાડવા ભુપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં રાજ્ય સરકારે કોરોના રોગપ્રતિકારક શક્તિ વધારવા તા.10 જાન્યુઆરીથી તમામ મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડરનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સઘન સમીક્ષા કરી હતી. વધુ કેસોવાળા જિલ્લા અને મહાનગરોમાં રસીકરણ, ટેસ્ટીંગ, ટ્રેકિંગ, દવાઓ અને બેડની ઉપલબ્ધી વિશે મુખ્યમંત્રીએ વિગતો મેળવી હતી. આઈસોલેશન પ્રક્રિયા, હોસ્પિટલોમાં દવાઓ, પૂરતા બેડ અને ઝડપી રસીકરણ અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ જિલ્લાનાં પ્રભારી સચિવોને પોતપોતાના જિલ્લાઓમાં પહોંચી જવા સુચના આપી હતી અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ મદદ પહોંચાડવાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવાની તૈયારી થઇ ગઈ છે. વધુને વધુ લોકોને લાભ મળે એ માટે આયોજન કરવા તેમણે જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો.

જે વ્યક્તિ હોમ આઈસોલેશનમાં હોય અને હોસ્પિટલમાં એડમીત હોય એ તમામનું સતત મોનીટરીંગ કરવા પર ભાર મુક્યો હતો. આ વિડીયો બેઠકમાં રાજકોટ સહિતનાં મહાનગરોનાં મ્યુ.કમિશનર, તમામ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશ નાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, કાર્યકારી આરોગ્ય અગ્ર સચિવ મુકેશ કુમાર અને વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here