તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું એ જ તબીબોનું મુખ્ય ધ્યેય

તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું એ જ તબીબોનું મુખ્ય ધ્યેય
તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું એ જ તબીબોનું મુખ્ય ધ્યેય
વર્તમાન જીવન શૈલી અને અમુક વ્યસનોના કારણે સમાજમાં વિવિધ રોગનું પ્રમાણ વધ્યુ છે, કોઈ પણ રોગની સારવાર દરમિયાન તબીબ અને દર્દી વચ્ચે વિશ્વાસ અને સુમેળભર્યા સંબંધો હોય ત્યારે સારવારના સારા પરિણામ જોવા મળે છે એ વાતને ધ્યાનમાં રાખી તબીબોના સંગઠન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટ દ્વારા તબીબ અને ડોકટર વચ્ચે વિશ્ર્વાસનો દોર જળવાઈ રહે એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે અને સમાજના દરેક વર્ગને વિવિધ રોગ વિશે વિસ્તૃત માર્ગદર્શન મળી રહે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે એમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટના નવ નિયુકત પ્રમુખ અને જાણીતા ફિઝીશ્યન ડો.સંજય ભટ્ટ અને સેક્રેટરી ડો.તુષાર પટેલે જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ડો. સંજય ભટ્ટે જણાવ્યું હતું કે, યુવા તબીબો માટે ખાસ સેમિનારોનું આયોજન હાથ ધરવાના છીએ. રાજકોટના સિનિયર તબીબો પોતાની વરસોની પ્રેકટીસના અનુભવો દ્વારા યુવા તબીબોને માર્ગદર્શન આપશે. દર્દી અને તેના પરિવાર સાથે કેવી રીતે વાત કરવી, દર્દ વિશે દર્દીને સંપૂર્ણ તે સમજી શકે એ ભાષામાં સમજણ આપવી, તમારી પાસે આવતાં દર્દી સંતોષ સાથે તમારા પર ભરોસો મુકી શકે એવુ તમારૂ વાણી-વર્તન હોવા જોઈ વગેરે બાબતો પર સિનિયર તબીબો દ્વારા યુવા તબીબોને પ્રેરણા આપવામાં આવશે. સાથે સાથે તબીબોને વર્તમાન કાયદાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવશે.

સેક્રેટરી ડો.તુષાર પટેલે જણાવ્યું છે કે, વિશ્ર્વમાં દરેક રોગ માટે અમુક ચોક્કસ દિવસો મનાવવામાં આવે છે. વિશ્ર્વ રકતદાન દિવસ, વિશ્ર્વ કિડની દિવસ, વિશ્ર્વ મેલેરીયા દિવસ, વિશ્ર્વ હિમોફેલીયા દિવસ, વર્લ્ડ હાર્ટ ડે, વર્લ્ડ હેલ્થ ડે વગેરે અનેક દિવસો મનાવી જે તે દિવસે જે તે રોગ વિશે વિશ્ર્વભરમાં તબીબો માટે અનેક આયોજનો થતા હોય છે. અમારી ટીમ દ્વારા આ વરસે જે તે રોગના દિવસની ઉજવણી ફકત તબીબો પુરતી મર્યાદિત રાખવાના બદલે એ રોગ વિશે સેમિનાર અને લાઈવ લોક દરબારનું આયોજન કરી સમાજના દરેક વર્ગને આ રોગ વિશે જાગૃત કરવામાં આવશે. જે તે દિવસને અનુરૂપ આર્ટીકલો પબ્લિશ કરી વધુને વધુ લોકોને માર્ગદર્શન મળી રહે એવા પ્રયાસો કરવામાં આવશે.

તંદુરસ્ત સમાજની રચના સાથે તબીબો પણ તંદુરસ્ત રહે એ માટે ખાસ રમત-ગમત ક્ષેત્રે તબીબો માટે વિવિધ આયોજન કરવામાં આવશે. તબીબો માટે ખાસ આઈ.એમ.એ. ઓલમ્પિકનું આયોજન કરવામાં આવશે. જેમાં ગુજરાતભરના તબીબો માટે ઈન્ડોર-આઉટડોર રમતોની રાજય કક્ષાની સ્પર્ધા રાખવામાં આવશે. ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટ બોલ, સાયકલીંગ, મોટર રેસ વગેરે ઈન્ડોર-આઉટ ડોર ગેઈમ માટે રાજય કક્ષાના આ ઓલમ્પિક દ્વારા તબીબોમાં રમત-ગમત પ્રત્યે આકર્ષણ ઉભુ કરવા સાથે તબીબો પણ તંદુરસ્ત રહે એ ભાવના છે.

આ ઉપરાંત સમાજ સેવાના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુકિત માટેના કેમ્પ, વિવિધ સમાજના સંગઠનો સાથે સેમિનાર, કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી યુવા વર્ગને વિવિધ રોગ વિશે જાગૃત કરતાં સેમિનાર વગેરેનું આયોજન કરવામાં આવશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે જાણીતા ફિઝીશ્યન ડો . સંજય ભટ્ટ , સેક્રેટરી તરીકે ક્રિટીકલ કેર નિષ્ણાત ડો. તુષાર પટેલ, આઈ.પી.પી. ડો. પ્રફુલ કમાણી, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. પારસ ડી . શાહ , ઉપપ્રમુખ તરીકે ડો. કાંત જોગાણી, ડો. મયંક ઠક્કર, એડિટર ડો. કૃપાલ પુજારા, ટ્રેઝરર ડો. તેજસ કરમટા , જોઈન્ટ સેક્રેટરી ડો. જીજ્ઞેશ ભિમાણી, ડો. ઝલક ઉપાધ્યાય, જોઈન્ટ ટ્રેઝરર ડો. બિરજુ મોરી, એડિટોરીયલ બોર્ડમાં ડો. જીતેન્દ્ર પટેલ, ડો. સેજુલ અંટાળા,

Read About Weather here

ડો. નિલેશ દેત્રોજા, ડો. મનિષા પટેલ, ડો. ભાવેશ વૈશ્નાની, ડો. કાર્તિક સુતરીયા, ડો. ચીંતન કણસાગરા, ઈ.સી. કમીટીમાં ડો. પિયુષ ઉનડકટ, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. દુષ્યંત ગોંડલીયા, ડો. રૂપેશ મહેતા, ડો. સંજય દેસાઈ, ડો. ઝંખના સંઘવી, ડો. વૃન્દા અગ્રાવત, ડો. હેતલ મોઢા, ડો. વિમલ સરાડવા, ડો. વિશાલ પોપટાણી, ચંગ ઈ.સી. કમીટીમાં ડો. સંજય ટીલાળા, ડો. રાજન રામાણી, ડો. દિપા ગોંડલીયા, ડો. દર્શન સુરેજા, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ઉર્વી સંઘવી, ડો. કુંતલ જાડેજા, ડો. રાજેશ રામ, ડો. ડેનીશ આરદેસણા, ડો. ઋષિત ભટ્ટ, ડો. આત્મન કથીરીયા, કો.ઓપ્ટ. મેમ્બર તરીકે ડો. અમીષ મહેતા, ડો. પરેશ અમેથીયા, ડો. રાજેશ સાકરીયા, ડો. ચીરાગ બરોચીયા, ડો. અંકુર વરસાણી, ડો. દિવ્યાંગ ભીમાણી, ડો. જીગરસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here