ડ્રાઈવરને ઝોકું આવતાં 3નાં મોત, 28 ઇજાગ્રસ્ત…!

ડ્રાઈવરને ઝોકું આવતાં 3નાં મોત, 28 ઇજાગ્રસ્ત…!
ડ્રાઈવરને ઝોકું આવતાં 3નાં મોત, 28 ઇજાગ્રસ્ત…!
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક અને દંપતી સહિત 3 લોકોના મોત થયા હતા.

જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે.  ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની થઇ રહી હોવાની માહિતી મળી છે.અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તંત્ર દ્વારા 3 જેસીબીની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.આજે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવતા બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી.

ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા.

Read About Weather here

ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here