ઝાકળ વર્ષા-માવઠા બાદ આજે ઠંડીમાં વધારો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાજકોટમાં સવારે 12.9 ડીગ્રી : નલીયા ફરી 8.3 ડીગ્રી સાથે સૌથી ઠંડુ : જામનગર-ખંભાળીયામાં ફુંકાતા પવનો

સૌરાષ્ટ્રમાં ઝાકળ વર્ષા અને કમોસમી માવઠા બાદ આજે ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો છે. નલીયા 8.3 ડીગ્રી સાથે આજે ફરી રાજયમાં સૌથી ઠંડુ શહેર બન્યુ છે. રાજકોટમાં ગઇકાલે ન્યુનતમ તાપમાન 13.8 ડીગ્રી હતું તો આજે 12.9 ડીગ્રી નોંધાયુ હતું. જામનગરમાં આજે પણ ધુમ્મસ વર્ષા સાથે 13.5 ડીગ્રી તાપમાન હતું તો ભુજમાં 11.8, દ્વારકા 16, કંડલા 14, ઓખા 19, પોરબંદર 15.2, વેરાવળમાં 15.1 ડીગ્રી તાપમાન હતું.

અમદાવાદમાં 13 અને ડીસામાં 11.6 ડીગ્રી ન્યુનતમ તાપમાન હતું. જામનગર શહેરમા છેલ્લા 24 કલાક દરમિયાન પવનની તીવ્રતામા વધારો નોંધાયો છે. હોવાથી ઠંડીમાં થોડો વધારો થયો છે. જો કે ભેજો નું પ્રમાણ વધતાં ઝાકળ વર્ષા થઇ છે. ઉપરાંત પવનની તીવ્રતામાં પણ વધારો થયો છે. જામનગર શહેરમા. આજે પણ ભેજનું પ્રમાણ યથાવત રહ્યું હતું, અને વહેલી સવારે ધુમ્મસ છવાયેલી જોવા મળી હતી આજે સવારે ઠંડીનો પારો 15.3 ડિગ્રી સુધી ઉપર ચડ્યો હોવાથી ઠંડી વધી છે.

જો કે પવન ની તીવ્રતા માં વધારો જોવા મળ્યો છે. રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશનના પગલે હવાનું નીચું દબાણ નીચું સર્જતાં ભર શિયાળે બર્ફીલા પવન ફૂંકાય રહ્યા છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી સેન્ટિગ્રેડ મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે.

Read National News : Click Here

વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 9 કિ.મીની ઝડપે રહી હતી. શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા પણ થતા શિયાળાનું સમયપત્રક ખોરવાયું છે.આજે વહેલી સવારે તાપમાનનો પારો ગગડીને સિંગલ ડીઝીટ સુધી પહોંચી ગયો હતો. જેના કારણે કાતિલ ઠંડી અનુભવાઈ હતી. મોસમની પ્રથમ વખત નોંધપાત્ર ઠંડી આજે સવારે હોવાનો અનુભવ લોકોએ કર્યો છે.

Read About Weather here

ગાત્રો થીજવતી આ ઠંડીના કારણે ખાસ કરીને બાળકો તથા વૃદ્ધો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા સવારે બજારો મોડી ખુલી હતી અને ગરમ વસ્ત્રોના વિક્રેતાઓને ત્યાં ઘરાકી જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here