જ્ઞાનપ્રબોધિનીનાં ધો.10 ના 3 ગરીબ વિદ્યાર્થીઓ ટોપ-5 માં ઉતીર્ણ

જ્ઞાનપ્રબોધિનીનાં ધો.10 ના 3 ગરીબ વિદ્યાર્થીઓ ટોપ-5 માં ઉતીર્ણ
જ્ઞાનપ્રબોધિનીનાં ધો.10 ના 3 ગરીબ વિદ્યાર્થીઓ ટોપ-5 માં ઉતીર્ણ
પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગતના વિદ્યાર્થીઓએ ધો.10 ની બોર્ડની પરીક્ષામાં ડંકો વગાડ્યો છે. ધો.10 નું પરિણામ થતાં પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટના ત્રણ વિદ્યાર્થીઓ બોર્ડમાં ચમક્યા છે. જેમાં જાદવ હેત 99.97 પી.આર (બોર્ડમાં ત્રીજો), સોરઠીયા દર્શન 99.97 પી.આર (બોર્ડમાં ત્રીજો), દાવડા નિરંક 99.95 પી.આર (બોર્ડમાં પાંચમો) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ ગણિતમાં 100 માંથી 100 માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓ સમાજવિદ્યામાં 100 માંથી 100 માર્ક્સ એક કુલ એ-ગ્રેડ પ્રાપ્ત કરતા 12 વિદ્યાર્થીઓ, એ-2 ગ્રેડ પ્રાપ્ત કરતા 05 વિદ્યાર્થીઓ સમાવિષ્ટ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટ્રસ્ટના 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ મેળવી ઉતીર્ણ થયા છે. જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ છેલ્લા 23 વર્ષથી ચાલુ છે. આ પ્રોજેક્ટમાં એવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે કે, જેઓ રાજકોટની જેટલી પ્રાથમિક શાળામાં ધો.7 ની 6-માસિક પરીક્ષામાં 85 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેને પરીક્ષામાં પ્રવેશ મળે છે. ચાર વિષય ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, અંગ્રેજીની પરીક્ષા આપણા ટોપ 23 થી 30 વિદ્યાર્થીઓ પસંદ કરી તેમના ઘરની રૂબરૂ તપાસ કરી તેમની આર્થિક પરિસ્થિતિ, તેમનું ઘર અને ભૌતિક પોઝિશન જોઇને આ વર્ષે 20 વિદ્યાર્થીઓ પસંદગી પામે છે.

જ્ઞાનપ્રબોધિનીનાં ધો.10 ના 3 ગરીબ વિદ્યાર્થીઓ ટોપ-5 માં ઉતીર્ણ જ્ઞાનપ્રબોધિ

Read About Weather here

આ વિદ્યાથીઓની ધો.8 થી 12 સુધીની તમામ શૈક્ષણિક ઉપરાંત તબીબી અંગેની જવાબદારી ટ્રસ્ટ સંભાળે છે.આજ સુધીમાં આ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ મેડીકલ, એન્જીનિયર્સ, આઈઆઈટી જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી પોતાના પગભર થયા છે અને તેમના કુટુંબની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. કેટલાક તો વિદેશ સ્થાયી થયા છે અને ખૂબ સારી ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ કરતા થયા છે. ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળમાં ચેરમેન તરીકે વિજયભાઈ રૂપાણી (ચેરમેન) તથા ટ્રસ્ટીઓમાં અંજલિબેન રૂપાણી, પ્રવિણભાઈ રૂપાણી ડો.મેહુલ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, રંજનબેન રૂપાણી સેવા આપે છે. જયારે પ્રબોધિની પ્રોજેક્ટ કમિટીમાં જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, સી.કે.બારોટ, મીરાબેન ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ, હિંમતભાઈ માલવિયા અને ભાવેશભાઈ ભટ્ટ સેવા આપે છે. જેણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here