જેતપુરમાં પ્રદેશ મહિલા કોંગ્રેસનું પ્રચંડ નશામુક્તિ આંદોલન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આગેવાની લેતા લડાયક મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા: મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી, પક્ષનાં સંખ્યાબંધ મહિલા આગેવાનોની હાજરી
મહિલા નેતાઓનાં સરકાર પર આકરા પ્રહારો, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાગળ પર કોઈ અમલ નથી, બુટલેગરોને છૂટો દૌર છે: આજે ગુરૂવારે સાંજ સુધી નશામુક્તિ અને દારૂબંધી આંદોલન ચાલશે

ગુજરાતમાં નશામુક્તિ અને નશામુક્તિનાં ઉમદા ધ્યેયને સાકાર કરવા તથા દારૂબંધીનો ખરા અર્થમાં પ્રમાણિકતાથી અમલ કરાવવા રાજ્ય સરકાર પર પ્રજાનું દબાણ લાવવા માટે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા જેતપુરમાં આજે ભવ્ય નશામુક્તિ જન આંદોલન કાર્યક્રમ યોજાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરનાં તીનબતી ચોકમાં દારૂબંધી અને નશામુક્તિની માંગણી સાથે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું જન આંદોલન સાંજે 5 વાગ્યા સુધી ચલાવવામાં આવશે. મોટી સંખ્યામાં બહેનો અને શહેરનાં નાગરિકો જન અભિયાનમાં ઉમટી પડ્યા છે.

જન આંદોલનની આગેવાની પ્રદેશ મહિલા કોંગ્રેસનાં લડાયક અને જાંબાઝ નેતા ગાયત્રીબા વાઘેલા સંભાળી રહ્યા છે. ગાયત્રીબા વાઘેલા અને મહિલા કોંગ્રેસનાં અન્ય આગેવાનોએ દારૂબંધીનાં કાયદાનાં ખોખલા અને નકામા અમલ અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

અને એવો સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. કાયદો માત્ર કાગળ પર છે અમલ નથી અને બુટલેગરોને છૂટો દૌર મળ્યો છે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈ જવા મહિલાપ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી શારદાબેન વેગડા અને જેતપુર મહિલા કોંગ્રેસ પ્રમુખ કંચનબેન ચાવડાએ લોકોને અપીલ કરી હતી.

મહિલા કોંગ્રેસ આગેવાનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત કેફી અને માદક દ્રવ્યોનું મથક (હબ) બની રહ્યું છે. ભૂતકાળની ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે પોલીસ સ્ટેશનથી માંડી ગાંધીનગર ગૃહવિભાગ સુધી ભ્રષ્ટ સિન્ડીકેટ રચાઈ હતી.

જે સાંઠગાંઠને કારણે રાજ્યભરમાં દારૂ, જુગાર, બ્રાઉનશુગર, કોકેઇન, હેરોઈન, ચરસ-ગાંજો, અફીણ જેવા પદાર્થોની બેરોકટોક હેરાફેરી અને વેચાણ થતા રહ્યા છે. જેના કારણે રાજ્યનું યુવાધન વ્યસનનાં વિષચક્રમાં ફસાઈ રહ્યું છે.

મહિલા આગેવાનોએ ટકોર કરી હતી કે ભાજપની નવી સરકાર મોડે-મોડે જાગી છે. નવી સરકારનાં મંત્રીઓ ડ્રગ માફીયાઓની ચુંગાલમાંથી છોડાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

અત્યારે રાજ્યમાં દેશી અને વિદેશી દારૂનો કરોડોનો કારોબાર ચાલી રહ્યો છે. તેનો રેલો પણ છેક ગાંધીનગર પહોંચે છે. દારૂનાં દુષણને કારણે અસંખ્ય બહેનો વિધવા બની છે, હજારો પરિવારો ગરીબીનાં ખપ્પરમાં હોમાઈ ગયા છે.

કેટલાય પરિવારોનાં સભ્યો દારૂની કુટેવનાં કારણે ગંભીર બિમારીનો તો ભોગ બન્યા જ છે. પણ બેરોજગારીની ખાઈમાં પણ ધકેલાઈ ગયા છે. દારૂનાં દૈત્યએ અનેક કુટુંબોનાં માળા વીખી નાખ્યા છે.

ગાયત્રીબા અને અન્ય આગેવાનોએ રણટંકાર કર્યો હતો કે, આવા વિખાયેલા અને પીંખાયેલા પરિવારોનો અવાજ બનીને મહિલા કોંગ્રેસ આગળ આવી છે અને રાજ્યની મહિલાની વેદનાને વાચા આપવા સક્ષમ વિપક્ષ તરીકે આ મુદ્દાને લઈને અમે રસ્તા પર ઉતર્યા છીએ.

ગાયત્રીબા એ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં તો દારૂનું દુષણ દરેક પોલીસ ચોકી સુધી ઘર કરી ગયું છે. બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠને કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે.

કાયદાનું કડકાઈથી અમલ કરાવવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ક્યારેક તો ખૂદ પોલીસ જમાદાર કક્ષાનાં કર્મી ચિક્કાર દારૂ પી ને નશામાં ધુત બની પકડાતા હોય છે અને રાજકોટ જિલ્લા પોલીસની આબરૂનાં ધજાગરા થતા હોય છે. છતાં રાજ્યનું ગૃહખાતુ આંખ આડા કાન કરે છે.

Read About Weather here

મહિલા આગેવાનોએ આંદોલનને વધુને વધુ જોરદાર બનાવવાનું આહ્વાન કર્યું હતું અને નવી પેઢીને નશામુક્ત કરવાનો મહિલા કોંગ્રેસનો લોખંડી સંકલ્પ વ્યક્ત કર્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here