જેતપુરમાં છુટાછેડા અને મિલકતમાં ભાગ બાબતે પુત્રવધુ સહિત 4 નો સાસુ પર હુમલો

જેતપુરમાં છુટાછેડા અને મિલકતમાં ભાગ બાબતે પુત્રવધુ સહિત 4 નો સાસુ પર હુમલો
જેતપુરમાં છુટાછેડા અને મિલકતમાં ભાગ બાબતે પુત્રવધુ સહિત 4 નો સાસુ પર હુમલો

સમાજનાં લોકો વચ્ચે સમાધાન કરવા બાબતે કહેતા પુત્રવધુ અને તેના પરિવારજનોએ ઉશ્કેરાય જઈ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ

જેતપુરમાં આવેલા સરદાર ચોક પાસે માધવ પાર્કમાં છુટાછેડા અને મિલકતમાં ભાગ લેવા બાબતે પુત્રવધુ સહિત ચાર શખ્સોએ પટેલ પ્રૌઢા પર હુમલો કરી મારમારતા જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ જેતપુરમાં આવેલા સરદાર ચોક પાસે કેનાલ નજીક આવેલા માધવપાર્કમાં રહેતા સોનલબેન રતીલાલ વેકરીયા (ઉ.વ.54) નામના પટેલ પ્રૌઢાએ જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

કે, તેના મોટા દીકરાની પત્ની ગ્રેટા મિતેષ વેકરીયા અને તેના પુત્ર મિતેષ વચ્ચે મનમેળ ન હોય જેથી ગઈ કાલે ગ્રેટા વેકરીયા, ગોવિંદ વીરજી રૂપાપરા, બ્રિજેશ ગોવિંદ રૂપાપરા તથા ધીરુ વ્યાસ સહિતનાં શખ્સો છુટાછેડા તથા મિલકતમાં અર્ધો ભાગ માંગવા બાબતે ભેગા થયા હતા.

Read About Weather here

ત્યારે સોનલબેન તથા પરિવારનાં અન્ય શખ્સોએ છુટાછેડા ન દેવા તથા સમાજનાં લોકો વચ્ચે સમાધાન કરવાનું કહેતા ઉશ્કેરાયેલી તેની પુત્રવધુ ગ્રેટા તથા તેના પરિવારનાં શખ્સોએ ઝઘડો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સાસુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે પુત્રવધુ સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here