જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા સંકલન મિટિંગ યોજાઈ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા સંકલન મિટિંગ યોજાઈ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા સંકલન મિટિંગ યોજાઈ
રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ-રાજકોટ દ્વારા જુવેનાઇલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ 2015 અન્વયે હિસ્સેદાર સંસ્થાઓની સંકલન મિટિંગ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ઇન્ચાર્જ ચેરમેન જે.ડી. સુથારના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય અતિથી કલેકટર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતમાં યોજાઈ હતી.

આ સંકલન મિટિંગમાં અધિક જિલ્લા ન્યાયાધીશ બી.બી. જાદવ, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એ.આર. તાપીયાવાલા, રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એન.એચ. નંદાણીયા હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ મિટિંગમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ સંસ્થાઓની કામગીરી, અને તે સંબંધે કાયદાકીય જોગવાઈઓ અને જવાબદારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. તેમજ આ સંસ્થાઓના કાર્ય અંગેના પરસ્પર સંકલન બાબતે તથા ઉદભવતા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી.

 કલેકટરે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યરત સંસ્થાઓના પરસ્પર સંકલન બાબતે જણાવેલ તેમજ સદર કાયદાના યોગ્ય અમલીકરણ થવા અને બાળકોના હક્ક અધિકાર અને તેમના પુન:સ્થાપન માટે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ સંસ્થાઓની કામગીરી અને તેઓના સંકલન બાબતે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ન્યાયધીશ જે.ડી.સુથારે બાળકોના અધિકાર બાબતે કાયદાકીય જોગવાઈઓ સંબંધે પ્રાસંગિક પ્રવચન આપેલ.

તેમજ રાજકોટના પ્રોબેશન ઓફિસર એ.યુ. ગોસ્વામી દ્વારા જુવેનાઇલ જસ્ટીમ એક્ટ, 2015 હેઠળ કાર્યરત સંસ્થાઓની કામગીરી તેમજ બાળ કલ્યાણ યોજનાઓ સંબંધી વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના પ્રિન્સીપાલ મેજીસ્ટ્રેટ એ.કે. સંઘવીએ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સંબંધે પોલીસ દ્વારા કરવાની કાર્યવાહી બાબતે એક્ટની જોગવાઈઓ તેમજ રૂલ્સનું વિગતવારનું માર્ગદર્શન આપેલ.

Read About Weather here

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યરત સંસ્થાઓને પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ માટેની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પી.એમ જૈન તથા એન.ડી.જોષીપુરા એડિશનલ સિવિલ જજ દ્વારા કરવામાં આવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here