જામનગરના સડોદરમાં આભ ફાટ્યુ: 18 ઇંચ

ભારે વરસાદના કારણે ભૂસ્ખલન...!!
ભારે વરસાદના કારણે ભૂસ્ખલન...!!

વરસતા નદી-નાળામાં ભારે પુર આવ્યા : નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ

શનિવારથી શરૂ થયેલ મેઘ મહેર આજે પણ યથાવત છે. ગઇકાલ સવારથી મોડી રાત્રી સુધીમાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદરમાં આભ ફાટયું હોય તેમ 18 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે.

Subscribe Saurashtra Kranti here

શનીવારે ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ રવિવારે વરસાદનું જોર વધ્યું હતુ અને આખો દિવસ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. કાલે બપોરના 1ર થી મોડી રાત્રી સુધીમાં 18 ઇંચ વરસાદ વરસતા નદી-નાળામાં ભારે પુર આવ્યા હતા અને વાડી-ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા. સડોદરના આહીર વૈજશીભાઇ મેરામણભાઇની ભેંસ તથા બળદગાડુ પાણીમાં તણાયું હતું. જેમાં બળદને બચાવી લેવામાં આવ્યા છે. ભારે વરસાદથી અનેક ખેડુતોની જમીન ધોવાઇ ગયેલ છે.જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ભ-ભેરાજા, પાંચદેવડા, પીપર ટોડા, ભણગોર, ધ્રાફા સહીતના અનેક વિસ્તારોમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે.

Read About Weather here

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેરથી ખેડુતોને ફાયદો થયો છે અને અનેક વિસ્તારોમાં વાવણીકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here