જામનગરના મોટી બાણુગારમાં આભ ફાટ્યું: 22 ઇંચ

જામનગરના મોટી બાણુગારમાં આભ ફાટ્યું: 22 ઇંચ
જામનગરના મોટી બાણુગારમાં આભ ફાટ્યું: 22 ઇંચ

સમગ્ર સૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા: સર્વત્ર ગાજવીજ સાથે એકધારો વરસાદ
ખેતી તથા પીવાના પાણીના સમસ્યાનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ ભરપૂર વ્હાલ વરસાવ્યા
અનેક ડેમોના દરવાજા ખોલાયા
વેણુ નદી બે કાંઠે, ઉમીયા માતાજી મંદિરમાં પાણી ધુસ્યા
નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં લોકોને એરલીફટ કરવા તાકિદનો આદેશ
ધ્રાફા, સમાણા, નવા ગામમાં રીતસર આભ ફાટયું, 20 થી 27 ઇંચ પાણી ખાબકયું
ટ્રેન વ્યવહાર ખોરવાયો, જામનગર-રાજકોટ હાઇ-વે ઠપ્પ થયો, વાહનોની લાંબી કતાર

ખેતી તથા પીવાના પાણીના સમસ્યાનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ ભરપૂર વ્હાલ વરસાવ્યો છે અને ગઇકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે સવારે પણ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

જામનગર તાલુકાના મોટી બાણુગારમાં આભ ફાટ્યુ છે અને આ લખાય છે ત્યાં સુધીમાં 22 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. તો જામનગરના જ કાલાવડમાં પણ 10 ઇંચ વરસાદ પડી ગયો છે.

રાજકોટમાં પણ 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળે છે. જળાશયોમાં નવા નીર આવ્યા છે, એટલું જ નહીં પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યાં છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે,

ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું.

જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદના કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેના કારણે વિજરખી પાસે કોઝવે પર પાણી ફરી વળતા જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે.

જામનગર શહેરનો જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો. જેથી જામનગર શહેરને પીવાના પાણીનું જળ સંકટ ટળ્યું હોવાથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેદ્યરાજા મહેરબાન થયા છે. ગઈ કાલ રાત્રિથી ભયાનક ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ વરસી રહ્યા છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના કાલાવડમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે

ક્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી માં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જામનગર જિલ્લાના ધ્રોલ માં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ જિલ્લાના લોધીકા માં 6 જાડીયામાં સાડા પાંચ – પડધરી અને ગોંડલમાં 5 ઈચ વરસાદ પડ્યો છે

ભાણવડ અને જુનાગઢ સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો છે જામકંડોરણા – જેતપુર – ખંભાળિયા માં 4 ઈચ – રાણાવાવ – વડીયા – ઉપલેટા- માંગરોળ- વંથલી- કેશોદ -ભેસાણ – વિસાવદરમાં 3 ઈચ વરસાદ વરસ્યો છે. આ લખાય છે

ત્યારે પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે જા કે કચ્છ કોરૂ રહ્યા છે જયાં સામાન્ય વરસાદ પડયો છે. જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે.

ભાવનગર શહેર-જીલ્લામાં આજે સોમવારે સવારથી જ મેઘસવારી ચાલુ થઇ છે. સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યા છે. ગોહિલવાડ પંથકમાં આજે સોમવારે સવારથી વરસાદ શરૂ થયો છે.

શહેરમાં ધીમી ધારે એકધારો વરસાદ વરસી રહ્યા હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જીલ્લામાં ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર શરૂ હોવાના અહેવાલો મળી રહ્ના છે. વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્ના છે.

શહેર-જીલ્લામાં અર્ધાથી બે ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ છે. ધ્રોલમાં રાત્રીના 12 થી 2 વાગ્યાનો વરસાદ 32 મી.મી.મા વરસાદ મામલતદાર કચેરી ખાતે નોધાયો… તાલુકાભરમાં મોડી રાત્રે વરસાદ સારો ઍવો પડયો આખા દિવસમાં સારો એવો વરસાદના ઝાપટા પડયા હતા જેમાં દિવસ આખામાં 37મી.મી. વરસાદ નોધાયો હતો.

જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે. આખી રાત ધોરાજીમાં ધીમીધારે થી ભારે વરસાદ સાથે 12 કલાક વરસાદ અવિરત ચાલુ રહેતા સાત ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર ધોરાજી પંથકમાં પીવાના પાણીનું સંકટ દૂર થયું છે

ચોમાસાના પ્રારંભ બાદ પ્રથમ વખત ધોરાજી માં આ પ્રકારે વરસાદ વરસી ગયો છે આખી રાત ભારે વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે ધોરાજી પાસેથી પસાર થતી ભાદર 2 ડેમ તેમજ સફુરા નદીમાં પાણી ના નવા નીર આવ્યા ધોરાજીમાં સિઝનનો કુલ 28 ઇંચ વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદને પગલે જામનગર જિલ્લામાં મેઘ તાંડવાની સ્થિતિ સર્જાઇ છે. વેણુ નદી બે કાંઠે થઇ જતાં પાસેના વિખ્યાત ઉમીયા માતાજી મંદિર પરીષરમાં ધુધવતા પાણી ધુસી ગયા છે.

ખીમરાણા ગામ બેટ બની ગયું છે. ત્યાં પુર તાંડવ સર્જાતા લોકો ઘરોની છત પર દોડી ગયા છે અને તાકિદની મદદ માટેના પોકારો થઇ રહયા છે. કાલાવડમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ પડી ગયો છે.

જામનગર: જામનગર જિલ્લાની પરિસ્થિતિ મેઘ તાંડવને પગલે ખુબ જ વણસી ગઇ છે. આથી નવા નિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરિસ્થિતિ સિધિ હાથમાં લઇ જામનગર જિલ્લાનાં અસરગ્રસ્તોને એરલીફટ કરવા માટે તાકિદનો આદેશ છોડયો છે.

જામનગર જિલ્લામાં પરિસ્થિતિ વણસી હોવાથી અલીયાબાળા, બાંગા સહિતના જામનગર અને કાલાવડ તાલુકાના હજારો લોકો ધસમસતા પાણીની વચ્ચે ફસાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશને પગલે એરર્ફોસનું હેલીકોપ્ટર તાત્કાલીક લોકોના રેસ્કયુ માટે રવાના કરવામાં આવ્યું છે.

જામનગરના સાંસદ પુનમબેન માડમ પણ રાજય સરકાર અને જિલ્લા કલેકટર સાથે સતત સંપર્ક કરી રહયા છે.ખીજડિયા મોટા ગામે 4 વર્ષનું બાળક પાણીના વોકળામાં તણાયુ

રાજકોટ: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખીજડિયા મોટા ગામે આજે પડેલા ભારે વરસાદના કારણે હસમુખ લખમણભાઇ ચોવટિયાની વાડીમાં મજૂરી કામ કરતાં કાળુભાઇ માધુભાઇ દાવરના પુત્ર રણજીતભાઇ ઉ.વ.4 પાણીના વોકળામાં વરસાદના પુરથી તણાઇ ગયા છે.

જેની શોધખોળ ચાલુ છે. તેમ મામલતદાર, પડધરીની યાદીમાં જણાવાયુ છે.જામનગર જિલ્લાના સમાણા અને ધ્રાફામાં બારેમેઘ ખાંગા થઇ ગયા છે. 27 ઇંચ પાણી પડી જતા ચારે તરફ જળબંબાકાર સર્જાયો છે.

ધસમસતા પાણી ચારે તરફ વહી રહયા છે. આખા બન્ને ગામ બેટ બની ગયા છે. નવાગામમાં 20 ઇંચ, બાલંભા-પીઠળમાં 18 ઇંચ, ભલસાણ-બેરાજા અને મોટાખળબામાં 16 ઇંચ વરસાદથી આ તમામ ગામો ટાપુ બની ગયા છે

જયાં જોવો ત્યાં પાણી જ પાણી દેખાઇ રહયું છે. રેસ્કયુ ટીમો દોડાવામાં આવી રહી છે. જામનગર જિલ્લાના તમામ મહત્વનાં જળશય ઓરવફલો થઇ ગયા છે. જામનગર શહેરનો રણજીત સાગર ડેમ ઓવરફલો થઇ ગયો છે.

ઉંડ-1 અને આજી-3 ડેમ પણ ઓવરફલો થઇ ગયા છે. વોડીસણ ડેમ પણ ભરાઇ જતા અનેક ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.ભારે વરસાદને પગલે જામનગર નજીક ખીજડીયા પાસે જળબંબાકાર થઇ જવાથી રાજકોટ-જામનગર હાઇ-વે બંધ થઇ ગયો છે

અને બન્ને શહેરો વચ્ચેનો સંપર્ક કપાઇ જતા ખીજડીયા પાસે વાહનોની લાંબી કતાર લાગી ગઇ છે. બન્ને શહેરો વચ્ચે સંપર્ક કપાઇ ગયો છે. ખીજડીયા બાઇપાસ પણ બંધ થઇ ગયો છે. અલીયાબાડામાં પાણી ભરાઇ જતા જામનગર અને રાજકોટ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ ખોરવાઇ ગયો છે.

Read About Weather here

અલીયાબાડા પહોંચેલી રેસ્કયુ ટીમે 23 લોકોને ધસમસતા પાણીમાંથી બચાવી સલામત સ્થળે ખસેડયા છે. ફાયરબ્રિગેડ, મનપા અને પોલીસની ટુકડીઓ દોડી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here