છોરું કછોરું થયું…!

છોરું કછોરું થયું…!
છોરું કછોરું થયું…!
આ દરમિયાન પુત્ર આવ્યો તો તેણે માતાને જમીન પર પછાડી અને થપ્પડો મારી. આ ઘટનાનો ત્યાં હાજર એક વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો હતો. રાજસ્થાનના બાડમેરમાં પિતા અને પુત્રએ ભેગા મળીને માતાને ઢોર માર માર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બાઈક પર બેઠેલી મહિલા અને તેના પતિ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. આ ઘટનાક્રમ પછી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી, જોકે પોલીસે રાત સુધી આ અંગે કેસ નોંધ્યો નહોતો.

જોકે વીડિયો જ્યારે પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે કેસ નોંધાયો હતો. હવે પોલીસ મહિલાના પતિ અને પુત્રની તપાસ કરી રહી છે.મહિલા જાલોરના ભીનમાલની પાસેના ગામ ભાડીની રહેવાસી છે.

પીડિતા પપ્પૂદેવી પોતાના પતિ મોહનલાલ અને બે પુત્રની સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ધોરીમન્નામાં રહે છે. પીડિતાએ કહ્યું કે બુધવાર કોઈ વાતને લઈને બોલાચાલી થયા પછી તેનો પતિ તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો.

પતિ અને પત્નીની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેમનો પુત્ર આવ્યો અને બાઈક પરથી માતાને ઉતારી દીધી. પુત્રએ પોતાની માતાની સાથે મારામારી શરૂ કરી અને ડોક પકડીને માતાને જમીન પર પાડી દીધી હતી.

આ જોઈને પિતાએ પુત્રની સાથે મારામારી શરૂ કરી હતી. બંનેએ મહિલાની સાથે ધક્કા-મુક્કી કરીને લાતો મારી હતી. એટલે સુધી કે પુત્રએ પણ ડોક પકડીને માતાને થપ્પડો મારી હતી. આ દરમિયાન મહિલાએ પણ બચાવ કરવા માટે પથ્થરો ફેંક્યા.

પીડિતાનો આરોપ છે કે આ ઘટનાક્રમ પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં પોલીસે રાતે 8 વાગ્યા સુધી કેસ નોંધ્યો નહોતો. એસપી દીપક ભાર્ગવે જણાવ્યું કે મામલો પ્રકાશમાં આવ્યા પછીથી પીડિતાના રિપોર્ટ પર કેસ નોંધીને પિતા-પુત્રની શોધ શરૂ કરી દેવામાં આવી છે.

Read About Weather here

જોકે બીજી તરફ બન્યું એવું કે આ મારામારીનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here