છેડતીની સજા

છેડતીની સજા
છેડતીની સજા
ગુસ્સામાં આવેલી યુવતીઓએ યુવકોને લાતો-ઘૂંસા મારી જોરદાર ફજેતી કાઢી. છત્તીસગઢના બિલાસપુરમાં યુવતીઓ પર કોમેન્ટ કરવાને લઈને રસ્તા વચ્ચે જોરદાર હોબાળો થયો. યુવકોને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવતીઓએ રેસલર બનીનેને યુવકોના કોલર પકડીને લાતો-મુક્કા મારતા જોવા મળી. તો એક યુવક હાથ જોડીને માફી માગતો જોવા મળ્યો. ઘટના સિવિલ લાઈન વિસ્તારના મહારાણા પ્રતાપ ચોકની પાસેનો હોવાનો જણાવવામાં આવી રહ્યું છે. જો આ અંગેની ફરિયાદ પોલીસને નથી મળી.મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે ત્રણ-ચાર યુવતીઓ શહેરથી તિફરા જઈ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન યુવતીઓ કોઈ વાતને લઈને અંદરોદર ઝઘડવા લાગી. ત્યારે બાઈક પર સવાર યુવકોએ તેમને જોઈને કોમેન્ટ કરી. જે બાદ યુવતીઓએ બાઈક સવારને રોક્યા અને ઝઘડો શરૂ થઈ ગયો. બે યુવતીઓએ છેડતી કરનાર યુવકનો કોલર પકડી લીધો અને લાતો-મુક્કા મારવા લાગી. યુવતીઓની દાદાગીરી જોઈને એક યુવક હાથ જોડીને માફી માગવા લાગ્યો. યુવતીઓના હોબાળા પછી યુવક ભાગવા લાગ્યા, ત્યારે યુવતીઓએ એક યુવકને પકડ્યો અને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી.મળતી માહિતી મુજબ યુવતીઓને જોઈને યુવકોએ પહેલાં છેડતી શરૂ કરી.

જે બાદ જ્યારે યુવતીઓએ તેમને રોકીને કોમેન્ટ કરનાર યુવકને માર મારવાનું શરૂ કર્યું અને હોબાળો કરવા લાગી. તો યુવક તેમનો વીડિયો બનાવવા લાગ્યા. હજુ તે સ્પષ્ટ નથી કે વીડિયો કોને બનાવ્યો છે. હાલ વીડિયોના વાયરલ થયા બાદ યુવતીઓએ હોબાળો કરનાર રોમિયો યુવકોને પાઠ ભણાવવાને કેટકેટલીક ચર્ચાઓ પણ થઈ રહી છે. વાયરલ વીડિયોમાં જોવા મળતી યુવતી શરાબના નશામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ આખો મામલો પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચ્યો એટલે યુવતીઓની ઓળખ નથી થઈ શકી, કે યુવકોની કોઈ માહિતી સામે આવી છે.

Read About Weather here

આ વાયરલ વીડિયો અંગે TI પરિવેશ તિવારીએ કોઈ જ જાણકારી ન હોવાનું જણાવ્યું છે. તેમને કહ્યું કે ન તો યુવતીઓએ છેડતી કરનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ કરી છે કે ન તો જે યુવકોએ માર ખાધો તેમના દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી છે.એવામાં હવે પોલીસની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠવા લાગ્યા છે. શહેરના બારમાં મોડી રાત સુધી શરાબ આપવામાં આવે છે, જ્યાં યુવક-યુવતીઓ મોડે સુધી નશો કરતા હોય છે. જેના કારણે શહેરની કાયદા વ્યવસ્થા પર સવાલો થઈ રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here