ચોમાસુ હવે 26 ઓકટોબરે વિદાય લેશે

6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

1975 પછી બીજી વખત ચોમાસાની વિદાય આટલી મોડી થઈ, અન્ય રાજયોમાં હજુ વરસાદ વરસતો રહેશે

દેશમાંથી 6 ઓકટોબરે વિદાયની શરૂઆત બાદ તે તૃતિયાંશ ભાગોમાંથી પાછુ ખેંચાઈ જ ગયુ છે. હવામાન વિભાગ દ્વારા રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 1975 પછી બીજી વખત ચોમાસાની વિદાય આટલી મોડી થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉતર પશ્ર્ચિમ ભારતમાંથી વિદાય પછી પણ હજુ કેટલાંક ભાગોમાં વરસાદી દોર જારી છે. હવે સમગ્ર દેશમાંથી તે 26 ઓકટોબર સુધીમાં પાછુ ખેંચવાની સંભાવના છે. નૈઋત્ય ચોમાસાની વિદાય 6 ઓકટોબરથી શરૂ થઈ હતી.

હજુ સંપૂર્ણ પાછુ ખેંચાયું નથી. આ પુર્વે 2019 માં ચોમાસાની વિદાય 9મી ઓકટોબરથી થઈ હતી.1975 પછીની આ બીજા નંબરની સૌથી મોડી વિદાય છે. સામાન્ય રીતે ચોમાસુ 17 સપ્ટેમ્બરથી પાછુ ખેંચાવા લાગતુ હોય છે.

નૈઋત્ય ચોમાસાના પાછોતરા વરસાદે દેશનાં અનેક ભાગોમાં જળપ્રલયની સ્થિતિ સર્જી છે જયારે હવે આગામી 26 મી ઓકટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાય થઈ જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

જોકે આ દરમ્યાન કેટલાંક રાજયોમાં વરસાદનો દોર જારી રહેશે. કાશ્મીર જેવા રાજયોમાં વિનાશક વરસાદ-હિમવર્ષાની આશંકા પણ વ્યકત કરવામાં આવી છે.
છતા બાકીનાં રાજયો પૈકી કેરળ, તામીલનાડુ, કર્ણાટકમાં હજુ આવતા સપ્તાહે પણ વરસાદ ચાલુ રહેવાની શકયતા છે.

ચાલુ વર્ષે ચોમાસું વરસાદ પ્રારંભીક ત્રણ મહિનામાં ઓછો હતો. પરંતુ ત્યારબાદ ધમધોકાર વરસ્યો હતો તેને પગલે સતત ત્રીજા વર્ષે નોર્મલ ચોમાસું શકય બન્યુ હતું. તે ઉલ્લેખનીય છે. 1975 પછી ચોમાસાની વિદાયની મોડી શરૂઆત બીજા નંબરની છે.

Read About Weather here

જયારે સંપૂર્ણ પાછુ ખેંચાવાનો સમય ચોથા નંબરનો છે. આ પૂર્વે 2010 માં 29 ઓકટોબર 2020 માં 28 ઓકટોબર 2000 માં 27 ઓકટોબર તથા 2016 માં 28 ઓકટોબરે પાછુ ખેંચાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here