ચોમાસાના પ્રથમ મહિનામાં જ અધધ 42.72 ટકા વરસાદ

ચોમાસાના પ્રથમ મહિનામાં જ અધધ 42.72 ટકા વરસાદ
ચોમાસાના પ્રથમ મહિનામાં જ અધધ 42.72 ટકા વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગે ચોમાસા પહેલા જ ચાલુ વર્ષે બાર આની વરસાદની આગાહી કરી હતી. જે પ્રમાણે નિર્ધારીત સમય 15 મી જૂને થયું હતું. સાથે સાથે મેઘમહેર વરસાવી પણ ચાલુ થઇ હતી. પ્રથમ જૂન મહિનામાં 20 દિવસમાં સરેરાશ 64.22 મી.મી. વરસાદ વરસ્યો પણ બાદમાં ચાલુ જુલાઇ મહિના સાથે જ અષાઢ માસ પણ શરૂ થયો છે, જે આજે 12 દિવસ થવા છતાં વિરામ લેતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે આજે ચાલુ વર્ષના ચોમાસાને પણ એક મહિનો થયો છે અને 30 દિવસમાં જ અધધ 42.72 ટકા વરસાદ તો વરસી ગયો છે. જે ગત વર્ષે અત્યાર સુધી એટલે કે 12 મી જૂન, 2021 સુધીમાં 17.70 ટકા પડ્યો હતો. આમ ચાલુ ચોમાસે પ્રથમ મહિનામાં જ ગત વર્ષ કરતા બમણાથી વધુ મેઘમહેર વરસી ગઇ છે, જે મેઘમહેર બનવા લાગી છે.

કૃષિ તજજ્ઞોના કહેવા પ્રમાણે, ગુજરાતમાં હવે એક અઠવાડિયું આવો જ વરસાદી માહોલ રહેશે અને વરાપ નીકળશે નહીં તો ખેડૂતોએ કરેલી વાવણી નિષ્ફળ જવા ઉપરાંત લીલા દુષ્કાળનો પણ ભય ઉભો થયો છે. કારણ કે, ચોમાસાના પ્રથમ મહિનામાં જ રાજ્યમાં 251 પૈકીના 15 તાલુકામાં તો 40 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે 37 તાલુકામાં 20 થી 40 ઇંચ, 85 તાલુકામાં 10 થી 20 ઇંચ અને 87 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ થયો છે. માત્ર 27 તાલુકામાં જ પાંચ ઇંચથી ઓછી મેઘકૃપા વરસી છે. જો કે, હજુ ચોમાસાના ત્રણ મહિના બાકી છે. પરિણામે ચાલુ ચોમાસે વિકટ સ્થિતિ સર્જાવાનો ભય છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઇએ તો ચાલુ ચોમાસાના પ્રથમ મહિનામાં સૌરાષ્ટ્ર ઝોનમાં 43.75 ટકા સાથે સરેરાશ 313.54 મીમી (12ૂૂ ઇંચ) વરસાદ વરસ્યો છે. એ જ રોતે સૌથી વધુ કચ્છ ઝોનમાં 75.20 ટકા સાથે સરેરાશ 343.10 મીમી (14 ઇંચ), દક્ષિણ ગુજરાતમાં 52.38 ટકા સાથે 773.11 મીમી (31 ઇંચ), ઉત્તર ગુજરાતમાં 23.43 ટકા સાથે 168.61 મીમી (7 ઇંચ) અને મધ્ય ગુજરાતમાં 35.86 ટકા સાથે (11ૂૂ ઇંચ) મેઘમહેર થઇ છે.

Read About Weather here

રાજ્યમાં ચાલુ ચોમાસે સૌથી વધુ નર્મદા જિલ્લામાં 81 ટકા વરસાદ પડ્યો છે. જે સરેરાશ 867 મીમી વરસ્યો છે. એ જ રીતે કચ્છ જિલ્લામાં 75.20 ટકા સાથે સરેરાશ 343 મીમી વરસાદ થયો છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી,જામનગર, આણંદ, પંચમહાલ જિલ્લામાં આજ સુધીમાં 40 ટકાથી વધુ મેઘમહેર વરસી ચુકી છે. જો કે, હજુ મહેસાણા, ગાંધીનગર, દાહોદમાં 20 ટકા પણ વરસાદ થયો નથી. પરંતુ એ ગત વર્ષ કરતા વધુ જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here