ચોટીલાના ખેરડી ગામે પાંચ શખ્સોનું ફાયરીંગ ; ત્રણને ઇજા

ચોટીલાના ખેરડી ગામે પાંચ શખ્સોનું ફાયરીંગ ; ત્રણને ઇજા
ચોટીલાના ખેરડી ગામે પાંચ શખ્સોનું ફાયરીંગ ; ત્રણને ઇજા

રાત્રીના બે કારમાં ધસી આવી આરોપી જયરાજ ધાંધલ સહિત પાંચ શખ્સોએ ફાયરીગ કર્યા બાદ ધોકા – પાઇપ વડે હુમલો કર્યા ; સસરાની કમર ભાંગી – બે પૌત્રવધુને સાથળમાં ગોળી વાગતા રાજકોટ સિવિલમાં દાખલ

ચોટીલાના ખેરડી ગામે ખેરડી ગામે ગાળો બોલવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી આરોપી જયરાજ ધાંધલ સહિત પાંચ શખ્સોએ ફાયરીંગ કરતા બે મહિલા સહિત ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે.ચોટીલા પોલીસે મારમારી – ફાયરીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી એક આરોપીને સકંજામાં લઈ ચોટીલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

ફાયરીંગના બનાવ અંગે ચોટીલાના ખેરડી ગામે રહેતા અશોક રામજી સાંકળિયા ( ઉ.વ ૨૫ ) ની ફરિયાદ ચોટીલા પોલીસે આરોપી જયરાજ વલકું ધાધલ સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે કારમાં આવી ધોકા પાઇપ વડે હુમલો કર્યા બાદ ફાયરીગ કરી બે મહિલા સહિત ત્રણેને ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ચોટીલાના ખેરડી ગામે રહેતા કરીયાણાની દુકાન ધરાવતા રામજી નકાભાઈ સાંકળિયા ( ઉ.વ ૪૫) ને બપોરના સમયે દુકાન પાસે ગાળો બોલવા મુદ્દે જયરાજ ધાંધલ સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી રાત્રીના સમયે બે કારમાં ધસી આવેલા જયરાજ ધાંધલ સહિત પાંચ અજાણ્યા શખ્સોએ ધોકા પાઇપ તથા ફાયરીગ કરી પતરાનો ડેલો તોડી નાંખ્યો હતો.

Read About Weather here

ગોળી ડેલાની આરપાર નીકળી જય ભારતી પ્રવીણ સાંકળિયા ( ઉ.વ ૩૫) અને જાગુ અશોક સાંકળિયા ( ઉ.વ ૩૬-)ના સાથળના ભાગે લાગી જતા ગંભીર ઇજા થવા પામી હતી. જ્યારે ડેલો તોડી અંદર પ્રવેશ કરેલા જયરાજ સહિત ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરી રામજી સાંકળિયાની કમર ભાંગી નાખી હતી. બનાવ અંગેની જાણ થતાં પી.આઈ એન.એસ.ચૌહાણની ટીમે દોડી જઈ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા .જ્યારે પોલીસની ટિમો દોડાવી એક આરોપીને સંકજામાં લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here