ચૂંટણી સમરસ થાય તેવા પ્રયાસો: વૈષ્ણવ

ચૂંટણી સમરસ થાય તેવા પ્રયાસો: વૈષ્ણવ
ચૂંટણી સમરસ થાય તેવા પ્રયાસો: વૈષ્ણવ

ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 13 મી એ જાહેર
આગામી દિવસોમાં અધૂરા પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવાનો રાજકોટ ચેમ્બરનો પ્રયાસ રહેશે: નાના વેપારીઓથી માંડીને ઇન્ડસ્ટ્રીઝ ઝોનના પ્રશ્ર્નોનું નિરાકરણ લેવાશે: ત્રણેય ચેમ્બરો એક નેજા હેઠળ આવે તેવા પણ પ્રયત્નો કરાશે
વી.વી. વૈષ્ણવની ટીમની કામગીરીને લઈને વેપારીઓ ખુશ
લોકશાહીના ઢબે ચૂંટણી લડાશે: જેને ચૂંટણી લડી શકે છે: રાજકોટ ચેમ્બર

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો 2019 થી 2021 સુધીનો કાર્યકાળ પૂર્ણ થતા ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત માટે રાજકોટ ચેમ્બર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, 2018 માં ચૂંટણી થઇ હતી અને 26 મી જાન્યુઆરીએ કાર્યકાળ સંભાળ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં કપરાકાળમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ સરાહનીય કામગીરી કરી છે. આગામી કાર્યકાળ પૂર્ણ થતા ફરી ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે

અને આગામી 13 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જેની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ચૂંટણીને લઈને એક ઈલેકશન કમિશનની રચના કરવામાં આવશે. જેમાં પ્રમુખ પદે હિતેશભાઈ બગડાઈ રહેશે. આ ઉપરાંત સભ્યપદે એડવોકેટ વાળોતરીયા, શેરબ્રોકર સુનીત શાહ, પરસોતમ પીપળીયા,

રામભાઈ બછા કમિટીના સભ્યપદે રહેશે અને ચૂંટણીની કામગીરી કરશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી સમરસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે અને લોકશાહીના ઢબે જો કોઈને ચૂંટણી લડવા તૈયાર હોય તો ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે.

ગત વર્ષમાં રાજકોટ ચેમ્બરની 5 કારોબારી સભ્યો સહિત 27 લોકોની ટીમે બિરદાવા જનક કામગીરી કરી છે. કોરોનાકાળમાં પણ વેપારીઓ માટે દિવસ-રાત કામ કર્યું છે. આ ઉપરાંત રાજકોટના વેપારીઓના પ્રશ્ર્નોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સુધી પહોંચાડ્યા છે. જેમાંથી 82 % પ્રશ્ર્નોનું નિરાકરણ પણ આવી ગયું છે.

આગામી દિવસોમાં રાજકોટના વેપારીઓ ઉદ્યોગોનો વધુ વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત સરકારમાં જીએસટી અંતગર્ત ટેક્ષટાઇલ સેક્ટરના દરમાં કરાયેલ ધરખમ ભાવવધારા સામે રજૂઆત કરાઈ હતી. રાજકોટને મળેલ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ

ખીરસરા જીઆઈ ડીસી સહિતના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત સરકાર પાસે નવા રેસકોર્ષ પાર્ક ખાતે 60 એકર જમીનની માંગ કરી છે. જેના લીધે ઈમિટેશન પાર્ક, આઈટી પાર્કમાં પ્રભુત્વ મળી રહે. ઉપરાંત સૌરાષ્ટ્રની તમામ ચેમ્બરો એક થઈને એક છત્રછાયા નીચે આવી

કામગીરી કરે તેવા પ્રયત્નો કરવામાં આવશે. જેના લીધે વેપારીઓને ઉદ્યોગકારોનો અવાજ મજબુત બનીને સરકાર સુધી પહોંચશે અને સરકાર અંતર્ગત બીજી કામગીરી પણ સરળતાથી થઇ શકશે. કોરોનાકાળમાં ચેમ્બર દ્વારા અનેક સેવાકીય કામગીરી પણ કરવામાં આવી હતી.

25 લાખના ખર્ચે ક્ધટેમેન્ટ ઝોનમાં હોસ્પિટલ શરૂ કરી લોક ઉપયોગી બન્યા હતા અને અગાઉ વર્ષમાં કરેલ કામગીરીને યાદ રાખીને વેપારીઓ મત આપશે અને પ્રમુખ વી.પી.વૈષ્ણવે 100 ટકા વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી સમરસ થશે. સૌ વેપારીઓ વિજય અપાવશે અને આગમી દિવસોમાં બાકી કામગીરી પૂર્ણ કરવાની પણ ખાતરી આપી હતી.

Read About Weather here

ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, જો ફરી અમારી ટીમ આવશે તે જીએસટી મોટી જીઆઇડીસી જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. અત્યાર સુધીમાં રાજકોટ ચેમ્બરમાં 45 સભ્યો લાઈફટાઇમ મેમ્બર બન્યા છે. જેની સંખ્યા આગામી વર્ષ વધશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here