ચીનના પાપે રાજકોટના સ્ટીલ ઉદ્યોગને મંદીનું ગ્રહણ

ચીનના પાપે રાજકોટના સ્ટીલ ઉદ્યોગને મંદીનું ગ્રહણ
ચીનના પાપે રાજકોટના સ્ટીલ ઉદ્યોગને મંદીનું ગ્રહણ

ઓટો અને એન્જીનીયરીંગ ઉદ્યોગ પણ સંકટમાં: સ્ટીલનું ઉત્પાદન ઘટાડવાના ચીનના નિર્ણયથી સર્જાતુ સંકટ

પોતાના દેશના પર્યાવરણને સુધારવા માટે વિશ્ર્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક દેશ ચીનમાં સ્ટીલનું ઉત્પાદન મોટા પ્રમાણમાં ઘટાડી નાખવાનો નિર્ણય લેવાતા તેની પ્રતિકુળ અસરોથી રાજકોટના ઉદ્યોગોને મંદીનું ગ્રહણ લાગી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ચીનના સરકારે વિજ કટોકટી અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખી કાર્બન ઉત્સર્જન પર નિયંત્રણ લેવા નવેમ્બરથી માર્ચ સુધી સ્ટીલ ઉત્પાદન ઘટાડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે રાજકોટના ઓટો સ્ટીલ અને એન્જીયરીંગ ઉદ્યોગને મોટો ફટકો પડવાનો ભય ઉભો થયો છે.

ઓટો સેકટરના સુત્રો કહે છે કે, ઓટો મોબાઇલના સ્પેરપાર્ટના ઉત્પાદનમાં મોટા ભાગે આયાતી સ્ટીલનો ઉપયોગ થાય છે. ઓટો પાર્ટસના ઉત્પાદનનો 70 ટકા હિસ્સો રાજકોટ ધરાવે છે.

એટલે રાજકોટના ઓટો સ્પેરપાર્ટ યુનિટને જબરો ફટકો પડશે એવી શકયતા છે. રાજકોટમાં ઓટો પાર્ટ બનાવતા 6 હજાર ઔદ્યોગિક એકમો છે. ઘણા બધા યુનિટતો ઓટો મોબાઇલ કંપનીઓ માટે ઓરીજનલ સાધન સરંનજામ અને પાર્ટસનું ઉત્પાદન કરે છે.

ચીનના નિર્ણયથી રાજકોટના એન્જીનયરીંગ ઉદ્યોગમાં ચિંતા પ્રસરી ગઇ છે. કેમ કે, દેશમાં કુલ આયાત થતા સ્ટીલમાંથી 30 ટકા સ્ટીલ એકલા રાજકોટમાં વપરાય છે.

Read About Weather here

એક તરફથી કંન્ડકટર ચિપ્સની તંગી અને બીજી તરફ સ્ટીલના અપુરતા પુરવઠાને કારણે ઓટો ઉદ્યોગ સંકટમાં છે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here