ચિચધરા ગામે રાશનિંગના દુકાનદાર સામે ફરિયાદ

ચિચધરા ગામે રાશનિંગના દુકાનદાર સામે ફરિયાદ
ચિચધરા ગામે રાશનિંગના દુકાનદાર સામે ફરિયાદ

ડાંગ જિલ્લાના ચિચધરા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં દુકાન સંચાલક દ્વારા ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે. ગામ જનોની એવી પણ ફરિયાદ છે કે કોરોના કાળમાં સરકારે આપેલ મફત અનાજ પણ તેમને નથી મળ્યું.

ગરીબીમાં લાચાર લોકો અવાજ ઉઠવતા નથી ત્યારે ચાર ગામના લોકોને તેમના હકનું અનાજ મળે એ માટે આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડનો ભાઈ ધનેશ્ર્વર ગાયકવાડ લોકોને ન્યાય અપાવવા આગળ આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આહવા તાલુકાના ચિચધરા ગામની સસ્તા અનાજની દુકાનમાં કરાડીઆંબા, ચિચધરા, કડમાળ અને થોરપાડા એમ ચાર ગામના લોકો સરકારની યોજનાનો લાભ લઈ રહ્યા છે. જોકે ગરીબ અને અક્ષરજ્ઞાન ન હોવાને કારણે દુકાન સંચાલક આવા કાર્ડ ધારકોને ઓછું અનાજ આપે છે. અને કોરોના કાળમાં સરકાર દ્વારા અપાતું મફત અનાજ પણ કોઈને આપવામાં આવતું નથી. આ દુકાનધારક અનાજ બારોબાર વેચી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

Read About Weather here

આ અંગે તપાસ કરી લોકોને પૂરેપૂરું અનાજ મળે તેવી વ્યવસ્થા કરવા પુરવઠા વિભાગ પાસે માંગ કરી છે. લોકોની ફરિયાદ ઉઠતા આહવા તાલુકા મામલતદાર યુ.વી.પટેલે કહ્યું છે કે જો આવું કઈક થતું હોય તો એ ખોટું છે, અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો કાર્યવાહી પણ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here