ચાર વર્ષથી પ્રેમમાં ગળાડુબ બનેલી તરુણીએ પ્રેમી માટે ઘર છોડ્યું

તરુણીએ પ્રેમી માટે ઘર છોડ્યું
તરુણીએ પ્રેમી માટે ઘર છોડ્યું

પ્રેમી યુગલની ઉમર પરિપક્વ ન હોવાથી મામલો પોલીસ મંથકે પહોંચ્યો: ૧૮૧ ની ટીમે કાઉન્સેલીંગ કરી તરુણીને પરત માતા-પિતાને સોંપી

આજના ડીઝીટલ યુગમાં બાળકો માતા-પિતાથી દુર અને ટી.વી., મોબાઈલની એટલી હદે નજીક આવી ગયા છે કે ટી.વી. અને મોબાઈલમાં જોઇને ફિલ્મો કે ટી.વી. સીરીયલમાં બનતી ઘટનાઓને અનુસરવા લાગ્યા છે.

રાજકોટમાં રહેતી ૧૫ વર્ષની તરુણી ચાર વર્ષથી યુવકનાં પ્રેમમાં ગળાડુબ બની હોય અને પ્રેમીને પામવા તરુણીએ ફિલ્મી ઢળે ઘર છોડીને નીકળી જતા મામલો પોલીસ મંથકે પહોંચ્યો હતો. મહિલા હેલ્પલાઇન ૧૮૧ ની ટીમ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ખાતે હતા ત્યારે જેતપુરમાં રહેતા તરુણએ ફોન કરી અભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧ ની ટીમને જાણ કરી કે તેની સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ કરતી રાજકોટમાં રહેતી ૧૫ વર્ષની છોકરી તેનું ઘર છોડી તેના ઘરે રહેવા અને લગ્ન કરવા આવી  હોવાની જાણ કરતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનટીમનાં કાઉન્સેલર આરતી પરમાર, ડ્રાઈવર નિલેષ સિંધવ અને મહિલા જી.આર.ડી ગૌરીબેન સહિતનો કાફલો ઉપરોક્ત સ્થળે દોડી ગયા હતા.

Subscribe Saurashtra Kranti here

ટીમે પ્રાથમિક પૂછપરછ કરતા રાજકોટનાં વેલનાથપરા વિસ્તારમાં અગાઉ છોકરો રહેતો હોય કોઈ કામ ધંધો કરતો ન હોય તે દરમ્યાન છેલ્લા ચાર વર્ષથી પડોશમાં રહેતી તેની જ જ્ઞાતિની ૧૫ વર્ષની છોકરી સાથે આંખ મળી જતા બંને ગળાડુબ પ્રેમમાં આંધળા બન્યા હતા. છોકરો કોઈ કામ ધંધો કરતો ન હોય અને છોકરીની સાથે લગ્ન કરી શકે તેમ ન હોય જેથી તેના માતા-પિતાએ ના કહેતા છોકરાનાં પરિવારજનો તેને લઇ જેતપુરમાં રહેવા ચાલ્યા ગયા હતા.

Read About Weather here

પ્રેમીને મળવા આતુર બનેલી તરુણીએ ગઈકાલે પ્રેમી સાથે લગ્ન કરવા પોતાનું ઘર છોડીને જેતપુર પ્રેમીનાં ઘરે પહોંચી ગઈ હતી. પ્રેમી યુગલની ઉપર લગ્ન કરવા માટે પરિપક્વ ન હોય જેથી છોકરાએ પોલીસને જાણ કરી હતી. મામલો પોલીસ મંથકે પહોંચતા ૧૮૧ ની ટીમે બંને પ્રેમી પંખીડાનું કાઉન્સેલીંગ કરી સમજાવ્યા હતા. અને કાયદા મુજબ બંનેનાં લગ્ન શક્ય ન હોય અને બંનેની ઉમર પૂર્ણ થતા બંનેનાં લગ્ન શક્ય બની શકે તેમ સમજાવી તથા છોકરીનાં માતા-પિતાને સમજાવી પરત ઘરે મોકલાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here